HAJI YAKUB ADAM KIDI [FATHER OF ZAKIR KIDI] passed away………….Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj E janaja will held at Hashamshah [RA] graveyard at 10am today. May ALLAH [SWT] grant him the best place in Jannatul Firdaush. Ameen. 

‘કાવ્યચર્યા’ની બેઠકમાં બરકત વિરાણી ‘બેફામ’ની જન્મશતાબ્દીની ઉજવણી

https://www.facebook.com/groups/glauk/permalink/6788934347871727/?sfnsn=scwspwa&ref=share

‘કાવ્યચર્યા’ની બેઠકમાં બરકત વિરાણી ‘બેફામ’ની જન્મશતાબ્દીની ઉજવણી

સંયોજન અને પ્રસ્તુતિ: અદમ ટંકારવી

સહ-પ્રસ્તુતિ: ઇમ્તિયાઝ પટેલ, પ્રેમી દયાદરવી, શાહિદ દયાદરવી, વિજય ભટ્ટ અને પંચમ શુક્લ

The above webinar was organized by Gujarati Literary Academy (U K) on 4 November 2023 .Adam Tankarvi has conducted the whole program with his utmost style.
Salam from Ismail Saheb.I hope you and other friends and Tankarvis will enjoy this webinar.

HAJIYANI FATIMA ISMAIL MASTER GHODIWALA [MOTHER OF YUSUF GHODIWALA {ABBA}] passed away……….. Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj E janaja will held at Hashamshah [RA] graveyard at 9am today. May ALLAH [SWT] grant her the best place in Jannatul Firdaush. Ameen. 

ગઈકાલે રાત્રે ઈશાની નમાજ બાદ સીતપોણ રોડ તરફ આવેલા હસનૈન પાર્ક સોસાયટીના નવયુવાનો દ્વારા જશ્ને ગૌસે આઝમના મૌકા પર નાત શરીફના પ્રોગ્રામનું આયોજન મોટા પાદરમાં રાખવામાં આવ્યું હતું. જેમાં જામનગરથી મશહૂર નાતખવાં આવ્યા હતા.

આજ રોજ તારીખ : ૦૭/૧૧/૨૦૨૩ ને મંગળવારના રોજ એમ.એ.એમ. પ્રાયમરી અંગ્રેજી માધ્યમ અને એમ.એ.એમ. અંગ્રેજી માધ્યમ હાઇસ્કૂલના મદની હોલમાં શૈક્ષણિક વર્ષ એપ્રિલ-૨૦૨૩-૨૪ શાળા કક્ષાએ નારી સુરક્ષા સેતુ અંતર્ગત એક જાગૃત્તા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ધોરણ ૪ થી ૧૦ વિદ્યાર્થીઓને પાલેજ પોલીસ સ્ટેશન પી.આઈ. શિલ્પાબેન દેશાઈ અને મનીષાબેન ચૌહાણ (કોન્સ્ટેબલ) દ્રારા સ્વ સુરક્ષા માટે ખુબજ સારી સલાહ આપવામાં આવી. કાર્યક્રમની શરૂઆત શાળાના આચાર્યશ્રી દ્વારા સ્વાગત કર્યું ત્યારબાદ છેડતીના બનતા બનાવ વિશે વિડીયોગ્રાફી બતાવી પી.આઈ. શિલ્પાબેન દેશાઈ દ્રારા એના વિશે વિસ્તૃત માહિતી આપી. ત્યારબાદ ગુડ ટચ, બેડ ટચ વિશે પણ પી.આઈ. મેડમે ખુબજ અસરકારક માહિતી આપી ત્યારવાદ સાયબર ક્રાઈમ વિશે વિડીયોગ્રાફી બતાવી ખુબજ અસરકારક માહિતી આપી. ઈન્ટરનેટ વિશે પણ માહિતી અને એના દુરઉપયોગ વિશે જાણકારી આપી. સોસીયલ મીડિયા વડે અથવા ડીજીટલ આપ લે વિશે તેમાં થતા ચીટીંગ વિશે પણ માહિતી આપી અને તેમાંથી કેવી રીતે બચી શકાય તે વિશે પણ જાણકારી આપી હતી.
અંતે હેલ્પલાઇન નંબરો તથા ઈમરજન્સી નંબરો પણ બાળકોને બતાવી કેવી રીતે મદદ મેળવ્વી તે વિશે જણાવ્યું હતું. કાર્યક્રમના અંતે શાળાના પ્રમુખશ્રી હાજી ઇશાક પટેલ સાહેબે આવનાર મહેમાનોનું આભાર માની કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.

HAJIYANI MARIYAMBEN ISMAIL KADUJI [MOTHER OF ILYAS / SALIM / SIRAJ / BASIR / ABDULGANI] passed away…………. Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj e janaja will held at Hashamshah [RA] graveyard after Isha prayer. May ALLAH [SWT] grant her the best place in Jannatul firdaush. Ameen. 

ગતરોજ રાત્રે ઈશાની નમાજ બાદ ટંકારીઆ ગામના નવયુવાનો દ્વારા દારુલ ઉલુમ કોમ્યુનિટી હોલ ટંકારિયામાં સામુહિક કુરાનખ્વાની અને દુઆનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. જેમાં ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહી ફૈઝીયાબ થયા હતા. આજે સમગ્ર ગ્રામજનો માટે સામુહિક ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું છે.

નવેમ્બર માસ્સની મધ્યથી શિયાળાની ઋતુના આગમનના એંધાણ શરુ થઇ જાય છે. હમણાં ધીમે ધીમે વાતાવરણમાં પલટો અનુભવાય છે અને બિલ્લીપગે શિયાળાનું આગમન થાય છે. શરૂઆતમાં રાત્રે ઠંડકનો અહેસાસ થાય છે જે ધીમેધીમે ગુલાબી ઠંડીથી શરૂઆત થાય છે. અને જેમ જેમ ડિસેમ્બર – જાન્યુઆરી નો મહિનો આવે તેમતેમ ઠંડીનું પ્રમાણ વધતું જાય છે. ઠંડીની ઋતુ એટલે લોકોના આરોગ્ય અને કસરત માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. બાદમાં આ ઋતુમાં વિદેશથી માદરે વતન પધારતા એન. આર. આઈ. ભાઈ-બહેનોએ પણ વતનની રાહ પકડી લીધી છે અને અમુક તૈયારીઓમાં લાગી ગયા છે. 

The arrival of the winter season starts from the middle of November. Now the weather is slowly changing and slowly winter is coming. At first there is a feeling of coolness at night which begins with a gentle pinkish chill. And as the month of December – January comes, the amount of cold increases. Cold season is considered best for people’s health and exercise. Later in this season, N. R. I. is coming to motherland from abroad. The N.R.I. brothers and sisters have also started to coming for the homeland and many N.R.I. have started preparations to come to motherland.