ટંકારિયામાં બરફના ઓલા સાથે કમોસમી માવઠું

ગતરોજ મધ્યરાત્રીના આશરે સાડાબાર વાગ્યે વીજળીના ચમકારાઓ સાથે વરસાદી માવઠું થયું હતું. સાથે સાથે બરફના ઓલા પણ પડતા લોકો કુતુહલવશ થઇ આ કુદરતનો નઝારો જોવા પોતપોતાના ઘરની બહાર નીકળ્યા હતા. આ લખાય છે ત્યારે સવારે ૯ વાગ્યે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. નિષ્ણાંતોના મતાનુસાર કેરીના પાકને નુકશાનીની ભીતિ સેવાઈ રહી છે. વળી પાછું હવામાનખાતું જણાવે છે કે આગામી બે-ત્રણ દિવસોમાં રાજ્યમાં કમોસમી માવઠાની શક્યતા રહેલી છે.

Yesterday at around 12:30 midnight there was a rain shower with lightning flashes. At the same time, people came out of their houses to see the sight of this nature out of curiosity. At the time of this writing at 9 am, cloudy weather has been observed. . According to experts, there is fear of damage to the mango crop. Also, the weather report says that there is a possibility of unseasonable rain in the state in the next two-three days.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*