ટંકારીઆમાં શબેબરાત ની પરંપરાગત રીતે ઉજવણી કરાઈ

આજે ૧૫ શાબાન હિજરી….. જેને શબેબરાત તરીકે ઓળખવામાં આવે છે. આજરોજ તમામ મુસલમાનાને આલમ અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝત ની બારગાહમાં પોતાના ગુનાહોની માફી માંગી અલ્લાહ પાસે પોતાની તથા એહલો અયાલ તથા ઉમ્મતે મુસ્લિમનાં તમામની મગફિરતની દુઆ ગુજારતા હોય છે.
આજે અસરની નમાજ બાદ પરંપરાગત રીતે માનવ મેદની ગામના બંને કબ્રસ્તાનોની જિયારત કરવા ગયા હતા. ત્યારબાદ ગામની તમામ મસ્જિદોમાં મગરીબની નમાજ બાદ વિશિષ્ઠ નફિલ ૬ રકતઓ અદા કરી હતી દરમ્યાન યાસીન શરીફનું પઠન કરવામાં આવ્યું હતું. બાદમાં સલામ બાદ તમામ ઉમ્મતે મોહમ્મદી માટે દુઆઓ ગુજારવામાં આવી હતી અને સાથે ઇશાનો સમય થતા ઈશાની નમાજ અદા કરી હતી.
ત્યારબાદ રાત્રી દરમ્યાન લોકો મસ્જિદોમાં અલ્લાહનો ઝિક્ર અસગાર , નમાજ, વિર્દ, વાઝઈફોં પઢશે અને સવારે રોઝાની અતિ મહત્વતા હોય રોઝો પણ રાખશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*