1 3 4 5

WBVF દ્વારા કોમર્સના વિદ્યાર્થીઓ માટે કોમર્સ ચેમ્પિયનશિપ પ્રોગ્રામ હેઠળ સી. એ. બનાવવા માટેના વર્ગો ચલાવવામાં આવે છે. જેમાં WBVF ના ૧૩ વિદ્યાર્થીઓએ સી.એ. ફાઉન્ડેશનમાં સફળતા મેળવી છે. જેમાં વસ્તા તલ્હા પણ આ ૧૩ સફળ વિદ્યાર્થીઓમાંનો એક છે. માયટંકારીઆ વેબ ટીમ તલ્હાને અભિનંદન પાઠવે છે.

મૂળ ગામ વાંતરસ-કોઠી ના રહેવાસી અને વર્ષો પહેલા ઇંગ્લેન્ડ માં બોલ્ટનમાં વસવાટ કરતા ગઝલકાર હારુન પટેલ [મર્હુમ ભરૃચી ઇકબાલના સગા મામા] અલ્લાહની રહેમતમાં પોઢી ગયા છે. ઇન્ના લીલ્લાહે વઇન્ના ઈલાય્હે રાજેઉન. અલ્લાહ પાક તેમની બાલ બાલ મગફિરત ફરમાવે અને એમને જન્નતુલ ફિરદૌશ માં ઉચ્ચ જગા અર્પણ કરે. આમીન..
તું કોઈ ફૂલ છે કે નહિ, જાણતો નથી
હું તો તને મળીને, સુવાસિત થઇ ગયો
મહેમાન કવિઓની કદર કરતાં કરતાં, મુકામી શાયરોનું સન્માન સાચવતાં અને અવારનવાર ગીત – ગઝલોની મહેફિલો સજાવી કવિ મિત્રોની સોબતમાં બેસતાં, હારૂનમાંમાને શાયરોના સંગમાં ગઝલોની મહેક મળી હતી, અને તેઓ પોતે પણ ગઝલ લખતા થઇ ગયા હતા. તેમને લખેલ ‘તરસ એક દરિયાની’ ગઝલ સંગ્રહ ઘણો ફેમસ થઇ ગયો હતો. અલ્લાહપાક તેમને કરવત કરવત જન્નત અતા કરે.

1 3 4 5