બારીવાલા સ્પોર્ટ્સ ક્લબ દ્વારા વેતરણ ક્રિકેટરોની ૨૦-૨૦ ચેરીટેબલ મેચ રમાઈ

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે આજે લીલી ઘાસ આચ્છાદિત બારીવાલા સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ પર ભરૂચ જિલ્લા લેજેન્ડ તથા ટંકારીઆ લેજેન્ડ [વેતરણ] ક્રિકેટરો વચ્ચે ૨૦-૨૦ ની ચેરીટેબલ મેચ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટંકારીઆ ગામના વયસ્ક ક્રિકેટરોએ તથા ભરૂચ જિલ્લાના વયસ્ક ક્રિકેટરોએ ભાગ લીધો હતો. આ મેચ ચેરીટેબલ મેચ હતી જેમાં નામી-અનામી લોકોએ દિલ ખોલીને ફાળો આપ્યો હતો અને મેચના અંતે આશરે ૪ લાખ રૂપિયા ફંડ જમા થયું હતું, સદર ફંડ ટંકારીઆ ગામની વિવિધ સંસ્થાઓને ડોનેશન તરીકે આપવામાં આવશે. આ મેચનું આયોજન અફઝલ ઘોડીવાલા તથા આરીફ બાપુજી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ મેચનું સંચાલન અબ્દુલભાઇ કામઠી દ્વારા કરવામાં આવ્યું હતું. આ મેચમાં અમ્પાયરિંગ ની ભૂમિકા મુસ્તાક દૌલા તથા નિઝામ માલજી એ ભજવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*