1 2 3 4

હાલમાં ગામે ગામ સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં ટંકારીઆ ગામે પણ સરપંચના પદ ની પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં ઝાકીર ઇસ્માઇલ ઉમતા વિજયી થયા હતા. આજરોજ આ નવનિયુક્ત સરપંચનો કાર્યભાર તલાટી ની હાજરીમાં સાંભળ્યો હતો. આ પ્રસંગે ગામના યુવાનો, વડીલો તથા શુભેચ્છકોએ હાજરી આપી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે તેમના એક નિવેદનમાં જણાવ્યું હતુંકે ગામમાં સંપ, એકતા, ભાઈચારો જળવાઈ રહે તેવા પ્રયત્નો કરશે અને ગામના વિકાસને વેગવંતો બનાવશે.

હાલમાં ભરૂચ ખાતે રિધમ ઇવેન્ટ દ્વારા મિસ્ટર તથા મિસ ભરૂચ ની સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં આપણા ગામના નામે ઝીદાન કે જે ડોક્ટર લુકમાનના પુત્ર એ પણ ભાગ લીધો હતો. તેમને ટોપ ૧૦ ફેશન આઇકોન માં પ્રથમ સ્થાન મેળવી મિસ્ટર ભરૂચ-૨૦૨૧ નો ખિતાબ જીતી ટંકારીઆ ગામનું ગૌરવ વધાર્યું છે. ઝીદાન ને શુભેચ્છા પાઠવીએ છે. અત્રે યાદ અપાવીએ છીએ કે ઝીદાન રેગ્યુલર જિમ કરે છે.

લીલીછમ ઘાસ આચ્છાદિત બારીવાલા સ્પોર્ટ્સ ક્લબ આયોજિત ગત વર્ષની કોવીડ-૧૯ ને કારણે અધૂરી રહેલી ૩૦ ઓવરની ફાઇનલ મેચ આજે વરેડીયા અને કરજણ વચ્ચે રમાઈ હતી. કરજણ ની ટીમે નિર્ધારિત ૩૦ ઓવરમાં ૧૮૮ રન ફટકાર્યા હતા જેના જવાબમાં વરેડીયાની ટીમે ૭ વિકેટ ખોઈ ૧૯૧ નો આંકડો પાર કરી દેતા વરેડીયા ટીમનો શાનદાર વિજય નીવડ્યો હતો. અને ત્યાર બાદ ઇનામ વિતરણનો સમારંભ વિદેશ થી પધારેલા મહેમાનોની હાજરીમાં યોજવામાં આવ્યો હતો.

1 2 3 4