A big Nyaz program in Tankaria
Big nyaz program by Bhaloda family held at Darul Ulum Community hall today. Whole Tankarian are invited for Nyaz food. Also yesterday after Isha prayer Quraan Khani and Duaa Program was organized by Bhaloda family.
TANKARIA WEATHER
Big nyaz program by Bhaloda family held at Darul Ulum Community hall today. Whole Tankarian are invited for Nyaz food. Also yesterday after Isha prayer Quraan Khani and Duaa Program was organized by Bhaloda family.








































Walima function of Mohmedayaz S/O Sikandar Umarfarooq Chamad held at Shabnam Park Bharuch. Many many congratulations to Sikandar Chamad and family.














ભરૂચ જીલ્લામાં પંચાયતની ચૂંટણીની જાહેર કરાતા જ રાજકીય ગરમાવાનું વાતાવરણ શરૂ થઈ ગયું હતું. ગતરોજ પંચાયતની ચૂંટણી અંગે જાહેરાત કરવામાં આવી હતી.
આ જાહેરાતમાં ચૂંટણી અંગેનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો જે મુજબ ભરૂચ જીલ્લામાં ૪૮૩ ગ્રામપંચાયતો અને ૨૦ પંચાયતોમાં પેટાચૂંટણી યોજાશે. જેમાં આપણા ગામ ટંકારીઆની સરપંચની ખાલી પડેલી સીટ ની પણ ચૂંટણી યોજાશે. આ કાર્યક્રમમાં તા. ૨૯/૧૧/૨૦૨૧ ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ભરીને આપવાની છેલ્લી તા.૦૪/૧૨/૨૧ તેમજ ઉમેદવારી ફોર્મની ચકાસણી તા.૬/૧૨/૨૧ જયારે ઉમેદવારી પત્રક પરત ખેંચવાની તા. ૭/૧૨/૨૧ રાખવામાં આવેલ છે. તા.૧૯/૧૨/૨૧ ના રોજ મતદાન થશે અને જ્યાં જરૂર જણાશે ત્યાં તા.૨૦/૧૨/૨૧ ના રોજ મતદાન કરવામાં આવશે. તા.૨૧/૧૨/૨૧ ના રોજ મત ગણતરી કરવામાં આવશે. ભરૂચ જિલ્લાના આ ચૂંટણીના કાર્યક્રમ જાહેર થતાં જ ચૂંટણી અંગે ગરમાવો વધી ગયો છે.
વાગરા વિધાનસભા કોંગ્રેસના પ્રમુખ ની ચૂંટણીમાં જોલવાવાળા સુલેમાન પટેલની પેનલના અને આપણા ગામના નવયુવાન અફઝલ ઘોડીવાળા પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવતા ખુશી વ્યાપી જવા પામી છે. આ થકી અમો અફઝલ ને ખુબ ખુબ અભિનંદન પાઠવીએ છીએ.

રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાજનોને મળતો રહે અને પ્રજાની લાગણી માંગણી અને અપેક્ષા પૂર્ણ કરવા લોકહિતમાં સેવાલક્ષી કાર્યક્રમ વાગરા મત વિસ્તારના ધારાસભ્ય અરૂણસિંહ રાણા દ્વારા ગામના સેવાકીય અગ્રણીઓની માંગને આધારે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત વહીવટી પ્રક્રિયામાં પારદર્શિકતા લાવવા અને ગ્રામજનોને ઘરઆંગણેજ વિવિધ યોજના અને સેવાઓનો લાભ મળી રહે તેવા આશયથી ધારાસભ્યે પોતાની ટીમ ટંકારીઆ ગામે મોકલી હતી. લાભાર્થીઓએ સરકારની વિવિધ યોજનાઓ અને સેવાઓનો લાભ લીધો હતો. અને આ કાર્યક્રમમમાં આધારકાર્ડ, આવકના દાખલાઓ, વૃદ્ધ પેંશન યોજના તથા નવા ચૂંટણી કાર્ડ વગેરેની કામગીરી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય દ્વારા મોકલેલી ટીમના સભ્યો ઉપરાંત ગામ ના સરપંચ મુમતાઝબેન ઉસ્માન ભાઈ લાલન, ગામ પંચાયત ના સભ્ય શ્રી ઓ, તથા મુસ્તુફા ખોડા, રોશનબેન વૈરાગી, ઉસ્માન ભાઈ લાલન તેમજ ટંકારીઆ ગામના સેવાકીય આગેવાનો હાજર રહી ગામલોકોને માર્ગદર્શિત કર્યા હતા. આ કાર્યક્રમમાં ગામના મોટીસંખ્યામાં નાગરિકોએ લાભ ઉઠાવ્યો હતો. અત્રે યાદ અપાવવું જરૂરી છે કે આયુષ્યમાન કાર્ડ માટે ભરૂચ જિલ્લાના વિવિધ ગામોમાં સરપંચોની ચૂંટણી જાહેર થઇ ગઈ હોવાથી ઓનલાઇન લિંક બંધ રહેતા તે કાર્ડનું કાર્ય બંધ રાખવામાં આવ્યું હતું જે આગામી દિવસોમાં પરિપૂર્ણ કરવાની બાંહેધરી આપવામાં આવી હતી.








ટંકારીયા ગામ માં મેડિકલ કાર્ડ બનાવવા માટે ના જરૂરી ડોક્યુમેન્ટ ઘર આંગણે ફ્રી માં બનાવવા માટે આપણાં વાગરા વિધાનસભા મતવિસ્તાર નાં લોકપ્રિય ધારાસભ્ય શ્રી અરૂણસિંહ એ રણા સાહેબ ને રજૂઆત કરતા સાહેબ ની ટીમ દ્વારા આયુષ્યમાન કાર્ડ ( 5 લાખ રૂપિયા વારો મેંડીકલ કાર્ડ ) બનાવવા માટે ના જરૂરી આવક નાં દાખલા બનાવવા માટે, વિધવા સહાય મેળવવા માટે , વ્રૃધ્ધ સહાય મેળવવા માટે, ૧૮ વર્ષ નાં દિકરા દિકરીઓના નવું ચુંટણી કાર્ડ બનાવવા માટે , આધાર કાર્ડ સુધારવા તથા મોબાઈલ અપડેટ કરાવવા માટે. તેમજ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની વિવિધ યોજનાઓ નો લાભ લેવા માટે નાં ફોર્મ વિના મૂલ્યે ભરવા માટે તથા કાર્ડ બનાવવા માટે દાખલા બનાવવા માટે . તથા વિવિધ સરકારી યોજના ની સલાહ સૂચન માટે સેવાસેતુ કાર્યક્રમ તારીખ ૨૦/૧૧/૨૧ ને શનિવારના રોજ ગામ પંચાયતની કચેરીમાં સવારે ૧૦ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી યોજાશે. તો આ સેવાનો લાભ ઉઠાવવા ગ્રામજનોને અપીલ કરવામાં આવે છે.
જયારે સ્વેટર પહેરવાનો વારો આવ્યો તે દરમ્યાન વરસાદી માવઠું થતા લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. ઠંડા પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદી માવઠું થયું હતું. આ માવઠું લગભગ ૧ કલાક સુધી થતા તેની ખેતી વિષયક આડઅસરો શું છે તે ખેડૂતો સાથે ચર્ચા કરીએ તો જ ખબર પડે.


