ટંકારિયામાં સેવાસેતુ નો કાર્યક્રમ યોજાશે
ટંકારીયા ગામ માં મેડિકલ કાર્ડ બનાવવા માટે ના જરૂરી ડોક્યુમેન્ટ ઘર આંગણે ફ્રી માં બનાવવા માટે આપણાં વાગરા વિધાનસભા મતવિસ્તાર નાં લોકપ્રિય ધારાસભ્ય શ્રી અરૂણસિંહ એ રણા સાહેબ ને રજૂઆત કરતા સાહેબ ની ટીમ દ્વારા આયુષ્યમાન કાર્ડ ( 5 લાખ રૂપિયા વારો મેંડીકલ કાર્ડ ) બનાવવા માટે ના જરૂરી આવક નાં દાખલા બનાવવા માટે, વિધવા સહાય મેળવવા માટે , વ્રૃધ્ધ સહાય મેળવવા માટે, ૧૮ વર્ષ નાં દિકરા દિકરીઓના નવું ચુંટણી કાર્ડ બનાવવા માટે , આધાર કાર્ડ સુધારવા તથા મોબાઈલ અપડેટ કરાવવા માટે. તેમજ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની વિવિધ યોજનાઓ નો લાભ લેવા માટે નાં ફોર્મ વિના મૂલ્યે ભરવા માટે તથા કાર્ડ બનાવવા માટે દાખલા બનાવવા માટે . તથા વિવિધ સરકારી યોજના ની સલાહ સૂચન માટે સેવાસેતુ કાર્યક્રમ તારીખ ૨૦/૧૧/૨૧ ને શનિવારના રોજ ગામ પંચાયતની કચેરીમાં સવારે ૧૦ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી યોજાશે. તો આ સેવાનો લાભ ઉઠાવવા ગ્રામજનોને અપીલ કરવામાં આવે છે.
Leave a Reply