1 2 3 6

હાલમાં જાપાનના ટોકિયો ખાતે પેરાલિમ્પિક ગેમ ૨૦૨૧ ચાલી રહ્યો છે. જેમાં હોકી, વેઇટ લિફ્ટિંગ, ભલા ફેંક, વહીલચેર રગ્બી જેવી રમતોમાં રમતવીરોએ પોતાના કર્તવ્યો દેખાડી મેડલો મેળવ્યા છે. એવીજ એક રમત વહીલચેર રગ્બી માં ગ્રેટ બ્રિટન આ વખતે વિશ્વ ચેમ્પિયન બની છે. જેમાં વહીલચેર રગ્બી માં ગ્રેટ બ્રિટનની આંતરાષ્ટ્રીય ટીમના સભ્ય ભારતીય મૂળના અયાઝ અબ્દુલમજીદ ભુતા કે જેઓ ભરૂચ જિલ્લાના ટંકારીઆ ગામના વતની છે. તેઓએ આ સિદ્ધિ પ્રાપ્ત કરી આપણા દેશ સાથે ભરૂચ જિલ્લાનું તથા ભરૃચી વહોરા પટેલોનું તથા ટંકારીઆ ગામનું નામ આંતરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે. તેઓએ મેળવેલ આ અદ્વિતીય સિદ્ધિ બદલ ગામ ટંકારીઆ અને સમાજ વતી તેમને દિલથી અભિનંદન પાઠવીએ છીએ. અને ભવિષ્યમાં પણ આ આ ગોલ્ડન બોય સફળતાનાં શિખરો સર કરતા રહે એવી શુભકામના પાઠવીએ છીએ.

1 2 3 6