1 2 3 8

શિયાળો તેના યુવાવસ્થા માંથી પસાર થઇ રહ્યો છે. છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો સામાન્ય કરતા નીચો ગગડતા ટંકારીઆ તથા પંથક ઠંડીમાં રીતસર ઠુંઠવાઇ ગયું છે. ગતરોજ રાત્રીના ઠંડીનો ચમકારો વધ્યો હતો. લોકોએ પોતાના ઘરોમાં જ રહી ઠંડીથી રક્ષણ મેળવી રહ્યા હતા. મહોલ્લાઓમાં તાપણાઓનો દૌર પણ વધ્યો છે. યુવા પેઢી કે જે મોડી રાત સુધી જાગરણ કરે છે તે પણ ઠંડીને કારણે ઘરમાં જ રહેવાનો આગ્રહ રાખે છે. લોકો ગરમ વસ્ત્રો પરિધાન કરી ઠંડીથી રક્ષણ મેળવતા નજરે પડે છે. જયારે કે ગરીબ તબક્કો ધૂણી ધખાવીને ટાઢ ઉડાવતા નજરે પડે છે. કોવિદ મહામારીના પગલે વિદેશથી ગણ્યા ગાંઠીયા એન.આર.આઈ. મિત્રો જ દેશમાં પધારેલા છે તેમના માટે આ મોસમ આનંદદાયક સાબિત થઇ રહી છે. અત્રે જણાવવાનું કે આ વખતે દેશ વિદેશોમાં કોવિદ ની મહામારી ચાલતી હોવાથી એન.આર.આઈ. મિત્રો એ દેશમાં પ્રવાસ કરવાનું ટાળ્યું છે.

1 2 3 8