1 2 3 8

સી. એ.એ. તથા એન. આર. સી. ના કાયદા વિરોધમાં આજે સમગ્ર ગુજરાત ના મુસ્લિમ સમાજ તથા અન્ય સમાજો દ્વારા આપેલા બંધ ના આહવાનને ભરૂચ તાલુકાના સૌથી મોટા ટંકારીઆ ગામે સંપૂર્ણ ટેકો જાહેર કરી આખા ટંકારીઆ ની તમામ પ્રકારની દુકાનો સ્વયંભૂ રીતે બંધ રાખવામાં આવી છે. આજે સવારથીજ તમામ દુકાનો ને તાળા લટકતા જોવા મળ્યા હતા તેમજ રોજિંદી જરૂરિયાતો જેવી કે શાકભાજી ના વેન્ડરોએ પણ બંધમાં જોડાઈને પોતપોતાની દુકાનો બંધ રાખી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો

. સમગ્ર ગામ સુમસાન ભાસતું નજરે પડ્યું હતું. મળતી માહિતી પ્રમાણે ટંકારીઆ તથા આસપાસના ગામો અને પાલેજ જેવા વ્યાપારી મથકો પણ સંપૂર્ણ બંધ રહ્યા હતા. આ બંધ દરમ્યાન કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ની વિગતો પ્રાપ્ત થઇ નથી. તમામ લોકોએ સ્વયંભૂ રીતે બંધ પાળ્યો હતો.

https://www.youtube.com/watch?v=yNhH7HCYstw&feature=youtu.be

આજે સવારથી જ ટંકારીઆ તથા પંથકમાં વાદળછાયું વાતાવરણ છવાઈ જવા પામ્યું છે. આવા વાતાવરણ ને પગલે ઉભો પાક ધરાવતા ખેડૂતોમાં ચિંતાનું મોજું છવાઈ જવા પામ્યું છે. ઠંડીમાં પણ આંશિક વધારો જોવા મળી રહ્યો છે.

આપણા ગામની પાડોશ માં આવેલ અડોલ ગામની મસ્જિદ કે જે ઓછી સંખ્યા ધરાવતું મુસ્લિમ વસ્તીવારું ગામ છે. તે ગામમાં મસ્જિદમાં નમાજ પઢવા માટે ગાલીચાની તાતી જરૂર હતી જે વાત આપણા ગામના વિદેશ થી પધારેલા ભીખાભાઇ ધોરીવાલા ને જાણ થતા તેમને આશરે ૪૫૦૦૦ રૂપિયાના ખર્ચે નમાજીઓ માટે ગાલીચાની વ્યવસ્થા લીલ્લાહ કરી છે. અલ્લાહ પાક તેમને તેનો બદલો બંને જહાં માં આપે એવી દુઆ.

1 2 3 8