1 3 4 5

ઇસ્લામ ધર્મના મહાન સ્થાપક હઝરત મુહમ્મદ પયગંબર સાહેબના પ્રારંભાયેલા પવિત્ર વિશેષ રબીઉલ અવ્વલ માસ પ્રસંગે સમગ્ર વિશ્વના મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા પરંપરાગત રીતે ખુબજ દબદબાભેર ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે મસ્જિદો, દરગાહો તથા મકાનો અને ગલીઓને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવે છે. રબીઉલ અવ્વલ માસના પ્રથમ ચાંદથી બારમા ચાંદ સુધી મસ્જિદોમાં નાતશરીફ અને બયાનના કાર્યક્રમો નું આયોજન પણ કરવામાં આવે છે. જે અંતર્ગત ટંકારીઆ નગરની જામે મસ્જિદ અને મસ્જીદે મુસ્તુફાઇયયામાં દરરોજ રાત્રે ઈશાની નમાજ બાદ બયાનો ના પ્રોગ્રામ યોજાઈ રહ્યા છે. નગરની જામે મસ્જિદમાં ખલિફા એ શૈખુલ ઇસ્લામ મૌલાના અબ્દુલરઝાક અશરફી તથા મસ્જીદે મુસ્તુફાઇયયામાં મુફ્તી નૂર સઇદ દ્વારા હઝરત મુહમ્મદ પયગંબર સાહેબના જીવન ચરિત્ર પર પ્રકાશ પાડતા ચોટદાર બયાનોના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકો બયાનોમાં હાજરી આપી ફૈઝીયાબ થાય છે. તેમજ ટંકારીઆ ગામના શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા મસ્જિદો તથા મુખ્ય રસ્તાઓને ટ્રસ્ટના સભ્ય અમીનભાઈ કડા તથા તેમની ટીમ દ્વારા આબેહૂબ રીતે શણગારવામાં પણ આવ્યા છે. જેની ઝલક નીચે ફોટાઓમાં જોઈ શકો છો.

1 3 4 5