1 4 5 6 7 8 95

ભરૂચ જિલ્લા ના ટંકારીઆ ગામે વરની લગ્નની શહેનાઇ વાગી રહી હતી તો બીજી તરફ લોકશાહી ના પર્વ ની ઉજવણી નો ધમધમાટ રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવી રહ્યો હતો. ચૂંટણીમાં મતદાન અવશ્ય કરવું જોઈએ અને તેની જાગૃતતા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવે છે.
મતદાન પ્રત્યેની જાગૃતતા નું એક જીવંત ઉદાહરણ ટંકારીઆ ગામ માં જોવા મળ્યું હતું. સુહેલ ઇલ્યાસ થૂંથી નામના વ્યક્તિ ના લગ્ન ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના દિવસે એટલેકે તારીખ ૯ ડિસેમ્બર ના રોજ નિર્ધાર્યા હતા. તો આ જાગૃત નાગરિકે પોતાના લગ્ન દિવસે મતદાન કરી સમાજ ને સુંદર ઉદાહરણ પૂરું પડી લોકશાહીનો ધર્મ નિભાવ્યો હતો.
સુહેલે પવિત્ર મતાધિકારની ફરજ અદા કરી હતી. મતદાન મથક પાર ઉપસ્થિત બીજા મતદારો એ તેમના આ પ્રયાસને બિરદાવીને સુખી લગ્ન જીવનની શુભેચ્છા પાઠવી હતી.

 

1 4 5 6 7 8 95