હૃદય રોગનો હુમલો આવી જાય એટલી ઠંડી, 21નાં મોત, મિશિગનમાં આખું નગર જામી ગયું

યુએસમાં લોકોની જિંદગીને થંભાવી દેનાર કાતિલ ઠંડીમાં 21 જેટલા લોકોનાં મોત થયા છે ત્યારે એક દૂરથી એક રાહત લોકોને મળતી દેખાય છે. હવામાન ખાતાનાં નિષ્ણાતોએ જણાવ્યું છે કે કાતિલ હવામાન આગામી એક કે બે દિવસમાં થોડું નરમ પડે તેવી શક્યતા છે.

મિશીગનનું એક નાનું એવું નગર હેલ આખું થીજી ગયું છે. આ શહેરમાં કોઇ દુકાન ખુલ્લી નથી અને ઠંડીમાં હૂંફ મેળવવા લોકો એક બીજાની મદદ કરી રહ્યા છે.

અમેરિકા અને કેનેડાનું હવામાન મંગળ ગ્રહની સપાટીથી પણ ઠંડી થઇ ગયું છે. માર્સ રોવર મંગળ ગ્રહ પરથી દરરોજ ત્યાંના તાપમાનની જાણકારી આપે છે. તે પ્રમાણે હાલમાં ત્યાંનુ તાપમાન માઇનસ 25થી માઇનસ 31 ડિગ્રી સેલ્સિયસ છે. એન્ટાર્કટિકામાં પારો શૂન્યથી 35 ડિગ્રી સેલ્સિયસ જેટલો હોય છે.

ઉત્તર ડકોટામાં તાપમાન માઇનસ 51 ડિગ્રી સુધી નીચું આવી ગયું છે. આટલા તાપમાનમાં પાંચથી સાત મિનીટમાં જ હાર્ટ એટેક આવવાનો ખતરો છે. કેનેડામાં પણ બરફવર્ષાને કારણે લોકોનું જીવવું મુશ્કેલ થઇ ગયું છે. સ્થાનિક પ્રસાશને લોકોને ઘરોમાં રહેવાની જ સલાહ આપી છે. ન્યુયોર્ક પછી તેની પાસે આવેલા કનેક્ટિકટમાં પણ ઇમરજન્સી જાહેર કરાઇ છે.

કેટલા તાપમાનમાં શરીરને શું અસર થઇ શકે
0થી માઇનસ 9 ડિગ્રી : ચામડી ગળી જવાનો ઓછો ખતરો
-10થી -27 : લાંબા સમય સુધી બહાર રહેતા બિમાર થવાનો ખતરો
-28થી -39 : 10થી 30 મિનીટમાં જામવા માંડે છે ચામડી
-40થી -47 : 5થી 10 મિનીટમાં જામી જાય છે ચામડી
-48થી -54 ડિગ્રી : 2થી 5 મિનીટમાં ફ્રોસ્ટબાઇટ. હાઇપોથર્મિયાને કારણે 5થી 7 મિનીટમાં હાર્ટ એટેકનો ખતરો
-55: ઘરની બહાર નીકળ્યા તો સીધા કોમામાં જવાની શક્યતા

4735_7 5619_2 9066_8