Death News from Venda South Africa
HAJIYANI FATIMABEN MUSABHAI CHAVDA [MOTHER OF AIYUB / MAHEBUB / ABDUL / YAKUB] chavda at Venda South Africa. Inna Lillahe Wainna Ilayhe Rajeun. May ALLAH [SWT] grant the best place in Jannatul firdaush. Ameen….
Sitting arrangement in Tankaria at Chavda Street, Tankaria.
ટંકારીઆમાં એસ.આઈ.આર. અંતર્ગત ગણતરી ફોર્મ ભરવાની માર્ગદર્શન મિટિંગ સરકારી અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઈ
હાલમાં ભારતના ૧૨ રાજ્યોમાં એસ.આઈ.આર. ની કામગીરી ચાલી રહી છે. એસ.આઈ.આર. અંતર્ગત ગણતરી ફોર્મ ભરવા માટે લોકો જાગૃત થાય અને જાગૃત નાગરિક તરીકે ભવિષ્યમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે એ માટે એક માર્ગદર્શન મિટિંગ ટંકારીઆના દારુલ ઉલુમ હોલમાં યોજાઈ હતી. આ માર્ગદર્શન મિટિંગમાં ગામના બી.એલ.ઓ. અને ઉસ્માન સુતરીયાએ હાજર રહેલા ભાઈ બહેનોને ગણતરી ફોર્મ કેવી રીતે ભરવું તે માટેની વિસ્તૃત સમજ આપી હતી. આ કાર્યક્રમમાં ભરૂચ તાલુકા મામલતદાર મિસ્ત્રી મેડમ, તથા ભરૂચ જિલ્લા પુરવઠા અધિકારી અને ૧૫૧-વાગરા મતવિસ્તારના ચૂંટણી નિરીક્ષક ગામીત સાહેબે ખાસ હાજર રહી ખુબ ઉપયોગી માહિતી હાજરજનોને આપી જાગૃત નાગરિક તરીકે પોતે અને પોતાના કુટુંબીજનો તથા સગા સંબંધીઓને આ ફોર્મ વહેલી તકે ભરવા તાકીદ કરી હતી. ત્યારબાદ બી.એલ.ઓ. અને અન્ય હાજરજનોના પ્રશ્નોના સચોટ જવાબો ઉપસ્થિત અધિકારીઓ દ્વારા આપી મહત્વનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે ગામના સરપંચ, ઉપસરપંચની આગેવાનીમાં જાગૃત આગેવાનો દ્વારા ગામમાં એસ.આઈ.આર. સંબંધિત ચાલી રહેલ જાગૃતિ અભિયાન અને માર્ગદર્શન કાર્યક્રમ અંગે સંતોષ વ્યક્ત કરી ભરપૂર પ્રસંશા કરી હતી. ઉપસ્થિત અધિકારીઓએ ગામે-ગામ બધાના સહયોગ સાથે આ પ્રમાણેની કાર્યવાહી થાય તેવી હાકલ કરી હતી.
આ પ્રસંગે ડે. સરપંચ સફ્વાન ભુતા, માજી સરપંચ ઝાકીર ઉમતા, એસ.આઈ.આર. અંતર્ગત સેક્ટર ઓફિસર તરીકેની ફરજ બજાવનાર ઉસ્માન સુતરીયા, ઇલ્યાસ દેગમાસ્ટર, સાબિર લાલન, સઈદસાહેબ બાપુજી, નાસીરહુસૈન લોટીયા, પત્રકાર મુસ્તાક દૌલા, ગણપતિ યુનુસ તથા ગામના આગેવાનો અને નવયુવાનોએ હાજર રહી પધારેલા અધિકારીઓ સાથે વિચારવિમર્શ કરી કેટલીક રજૂઆતો કરી હતી, જેનો અધિકારીઓએ સાનુકૂળ પ્રતિભાવ આપ્યો હતો.





Abdul Bhai Kamthi Visiting Chicago, USA
Social worker, community organizer & leader Janaab Abdul Bhai Kamthi of Tankaria is currently visiting Canada and USA. During his short trip to Chicago, USA, he visited friends and families. Here are some pictures from his visit.

Death News from Tankaria
ABDULMAJID AADAM GODAR [FATHER OF WASIM / ALTAF] passed away……… Inna Lillahe wainna Ilayhe Rajeun. Namj e janaja will held at Hashamshah [RA] graveyard at 10.30am today. May ALLAH [SWT] grant the best place in Jannatul firdaush. Ameen……
Wedding in Tankaria
Wedding function of “MOHMEDFAYAZ” S/O RAFIQ GEN [CHAMMACH] held at Darul Ulum Community Hall yesterday.


Sad death news from Tankaria
ALTAF UMARJI GANDA [Ex-Deputy Sarpanch] passed away………… Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj e janaja will held at Bhadbhag graveyard at 9pm today. May ALLAH [SWT] grant superior place in Jannatul firdaush. Ameen.
ટંકારીઆમાં વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશનનો સ્કોલરશીપ-2025 લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો
આજરોજ શનિવારે એમ.એ.એમ. ઇંગ્લિશ મીડીયમ હાઈસ્કૂલ ટંકારીઆમાં વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશનનો વર્ષ ૨૦૨૫-૨૬ માટેનો સ્કોલરશીપ લોન્ચિંગ કાર્યક્રમ મહાનુભાવોની હાજરીમાં યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી. ત્યારબાદ WBVF સ્કોલરશીપ એપની ઊંડાણપૂર્વકની માહિતી ડો. મહમ્મદ જલેબીયાએ હાજર રહેલા કો-ઓર્ડીનેટરોને આપી હતી. સંસ્થાની શિક્ષણ સમિતિના પ્રમુખ ડો. ઇસ્માઇલભાઈ પટેલે સંસ્થાની સવિસ્તાર માહિતી પ્રદાન કરી હતી. તેમણે સમાજના હકદાર વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપનો લાભ લેવાની હાકલ કરી હતી. ગુજરાત ટુડેના તંત્રી અઝીઝ ટંકારવીએ તેમના ટૂંકા પ્રવચનમાં સંસ્થાને સલાહ સૂચનો કર્યા હતા.
ત્યારબાદ સંસ્થાના ઇન્ડિયા ચેપ્ટરના પ્રમુખ નાશીર પટેલે પોતાના આગવા અંદાજમાં હાજરજનોને સંબોધિત કર્યા હતા. તેમણે સંસ્થાની માહિતી હાજરજનોને પ્રદાન કરી હતી. બાદમાં ટંકારીઆ ગામમાં ૩૧ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ WBVF દ્વારા આયોજિત “સફરે ઇત્તેહાદ” કાર્યક્રમને સફળ બનાવવા માટે ટંકારીઆ ગામના ૭૦ જેટલા યુવાનોને સન્માનપત્રો (Certificate of Appreciation) આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અંતમાં આભારવિધિ યુસુફભાઇ જેટ દ્વારા કરવામાં આવી હતી; તેમણે એમ.એ.એમ. ઇંગ્લિશ મીડીયમ હાઈસ્કૂલના પ્રમુખ ઇશાક માસ્તર અને ટ્રસ્ટીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં ભરૂચ રૂરલ 1 (BR1) બ્લોકના ૨૯ ગામો અને આમોદ બ્લોકના ૬ ગામોના ૮૫ ગામ સંયોજકો પૈકી મોટાભાગના ગામ સંયોજકો તથા ભરૂચ રૂરલ 1 ના બ્લોક સંયોજક યુસુફભાઈ જેટ ઉપરાંત લાલા સાહેબ, મુસ્તાક સાપા, તલ્હા પટેલ, અઝીઝ ટંકારવી, ટંકારીયાના માજી સરપંચ ઝાકીર ઉમતા , નાસીર લોટીયા, સઇદ બાપુજી, યુનુસ ખાંધિયા, મોહસિન મઠિયા નિવૃત્ત સબ-રજિસ્ટ્રાર ફારૂકભાઈ, ગુલામ ઇપલી, સ્કૂલ ટ્રસ્ટના પ્રમુખ ઇશાકમાસ્ટર પટેલ, યાકુબભાઈ બોડા તથા ટંકારીઆ ગામના નવયુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના નવયુવાન મેનેજર મોહમ્મદ ભોપા દ્વારા કરવામાં આવ્યું હતું.











TANKARIA WEATHER

