B BUZZ MEDIA UK AND INDIAની ટીમની ટંકારીઆના મોટા પાદરની મુલાકાત

B BUZZ MEDIA ટીમની મોટા પાદરની મુલાકાતનો વિડિયો જોવા અહીં આ લિંક પર Click કરો

B BUZZ MEDIAની ટીમની ટંકારીઆ મુલાકાત યાદગાર બની!

B BUZZ MEDIAના ઇમ્તિયાઝભાઈ વરેડિયાવાલા, ઈકબાલભાઈ ઉઘરાદાર અને ઉવેશભાઈએ ટંકારીઆની મુલાકાત દરમિયાન ગામના ઐતિહાસિક અને આગવા વારસાની ઝલક માણી હતી. આ પ્રસંગે ટીમે મોટા પાદરમાં આવેલા પ્રખ્યાત સર્કલ પાસે ઊભા રહી મોટા પાદર તેમજ તેની આસપાસ આવેલી વિવિધ સંસ્થાઓ વિશે રસપ્રદ માહિતી મેળવી હતી.

ટંકારીઆની આગવી ઓળખ સમાન ગરમાગરમ ચાની ચૂસ્કી સાથે મહેમાનોએ ગામની મહેમાનગતિનો આનંદ માણ્યો હતો. એટલું જ નહીં, બાપુ હોટલના જાણીતા અને સ્વાદિષ્ટ સીમનાના હલવાની મીઠાશ માણીને મુલાકાતને વધુ યાદગાર બનાવી હતી.

આ મુલાકાત દરમિયાન ટંકારીઆના સરપંચશ્રી મંગુભાઈ સહિત  કેટલાક ગ્રામજનોએ ઉપસ્થિત રહી ટીમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.

ટંકારીઆની સંસ્કૃતિ, સંસ્થાઓ, સ્વાદ અને આત્મીય મહેમાનગતિનો અનોખો સંગમ – B BUZZ MEDIAની આ મુલાકાત ખરેખર યાદગાર બની!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*