એમ.એ.એમ. અંગ્રેજી માધ્યમ હાઈસ્કુલ, ટંકારીઆમાં ઇનામ વિતરણ કાર્યક્રમ નું ભવ્ય આયોજન.
એમ.એ.એમ. પ્રાયમરી અંગ્રેજી માધ્યમ સ્કૂલ, ટંકારીઆ એન્ડ એમ.એ.એ. હાઈસ્કૂલ, ટંકારીયા શૈક્ષણિક વર્ષ : ૨૦૨૫-૨૬નું આજ રોજ તારીખ : ૧૬/૦૭/૨૦૨૬ ને ગુરૂવારના રોજ શાળાના મદની હોલમાં ઇનામ વિતરણ કાર્યક્રમ (PRIZE DISTRIBUTION) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરઆને પાકથીથી મૌ. અબ્દુલ રઝ્ઝાક સાહેબ ધ્વાર કરવામાં આવી. ત્યારબાદ મહેમાનોનું પુષ્પ ગુચ્છ ધ્વારા સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ વિદ્યાર્થીઓના શૈક્ષણિક, રમતગમત તેમજ વિવિધ સહશૈક્ષણિક ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ભવ્ય ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે મોહસીન-એ-આઝમ મિશન વર્લ્ડવાઇડના ઉપપ્રમુખ અનવરભાઈ મિસ્ત્રી, સેક્રેટરી મુનીરભાઈ વોરા, તાલુકા પંચાયતના સદસ્ય અસ્માબેન પટેલ, યુકે વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ વિજેતા પાવરલિફ્ટર શમ્સાલ પટેલ, મૌલાના અબ્દુલરજ્જાક સાહેબ, શાળાના પ્રમુખશ્રી ઇશાકભાઈ એમ. પટેલ, નાશીરભાઈ લોટીયા, માજી સરપંચ ઝાકીરભાઈ ઉમટા તથા ટ્રસ્ટીમંડળના સભ્યો યાકુબભાઈ બોડા, મુસ્તાકભાઇ રખડા, ઉસ્માનભાઈ ઇપલી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનશ્રીઓના હસ્તે શૈક્ષણિક, રમતગમત અને અન્ય વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી, પ્રમાણપત્રો તથા ઇનામો અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે મહેમાનશ્રીઓએ પોતાના પ્રેરણાદાયી ઉદ્બોધનમાં વિદ્યાર્થીઓને જીવનમાં મહેનત, શિસ્ત, સંસ્કાર અને સતત પ્રયત્ન દ્વારા સફળતા પ્રાપ્ત કરવા પ્રેરિત કર્યા. ખાસ કરીને ગોલ્ડ મેડલ વિજેતા પાવરલિફ્ટર શમ્સાલ પટેલના સંઘર્ષ અને સિદ્ધિઓનો ઉલ્લેખ કરીને વિદ્યાર્થીઓને રમત-ગમતમાં પણ આગળ વધવા પ્રોત્સાહિત કર્યા. બાળકોને પુરસ્કાર સ્વરૂપે જે ટ્રોફી આપવામાં આવી એ એમ.એ.એમ મિશન ટંકારીયા બ્રાન્ચના પૂર્વ સેક્રેટરી શબ્બીરભાઈ યુ. ભીમ તરફથી આપવામાં આવી. અંતમાં શાળાના પ્રમુખ, ટ્રસ્ટી મંડળ તથા આચાર્યશ્રીએ તમામ મહેમાનો,શિક્ષકો અને વિદ્યાર્થીઓનો ઉપસ્થિતિ અને સહયોગ બદલ હાર્દિક આભાર વ્યક્ત કર્યો. વધુમાં શાળાના પ્રમુખ શ્રી ઇશાકભાઈ પટેલ સાહેબે પોતાના જ્ઞાનરૂપી સાગરમાંથી વિદ્યાર્થીઓને મોતીરૂપી આશીર્વાદ આપી પ્રોત્સાહિત કર્યા હતા.



TANKARIA WEATHER