M.A.M. Primary English Medium School અને M.A.M. High School, Tankaria ખાતે વિદ્યાર્થી પરિષદની ચૂંટણી યોજાઈ
ટંકારિયા સ્થિત M.A.M. Primary English Medium School અને M.A.M. High School ખાતે વિદ્યાર્થીઓમાં લોકશાહી મૂલ્યો, નેતૃત્વ ક્ષમતા તથા જવાબદારીની ભાવના વિકસે તે હેતુથી વિદ્યાર્થી પરિષદ (Student Council) ની ચૂંટણીનું સફળ આયોજન કરવામાં આવ્યું.
ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શિતા અને શિસ્તબદ્ધ રીતે યોજાઈ હતી. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક મતદાન કરીને પોતાના પ્રતિનિધિઓની પસંદગી કરી. મતદાન દરમિયાન ગુપ્ત મતદાન પદ્ધતિનું પાલન કરવામાં આવ્યું અને ચૂંટણીનું સમગ્ર આયોજન શિક્ષકમંડળના માર્ગદર્શન હેઠળ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયું.
શાળાના પ્રમુખશ્રી ઈશાક મંહમદ પટેલે પણ ચૂંટણી પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું.
શાળાના આચાર્યશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે વિદ્યાર્થી પરિષદની ચૂંટણી માત્ર પ્રતિનિધિઓની પસંદગી નથી, પરંતુ વિદ્યાર્થીઓને લોકશાહી પ્રક્રિયા, નેતૃત્વ, સહકાર અને જવાબદારીનો વ્યવહારુ અનુભવ કરાવવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષકમંડળ, સ્ટાફ તથા તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક સહકાર આપ્યો. તારીખ :૧૩/૦૭/૨૦૨૬ને સોમવારના રોજ મતગણતરી કરવામાં આવશે અને વિદ્યાર્થી પરિષદનું (Student Council) પરિણામ જાહેર કરવા આવશે.

TANKARIA WEATHER