અલવિદા….. અલવિદા….. માહે રમઝાન અલવિદા

CLICK HERE FOR ALVIDA MAHE RAMZAN 2026

આજે શબ એ કદ્ર [૨૭ મી તરાવીહ] આજે કુરાને પાક તરાવીહમાં પૂરું થયું. અને આજે મોટી રાત તરીકે પણ મનાવવામાં આવે છે. ટંકારીઆ ગામની તમામ મસ્જિદોમાં આજે તરાવીહ બાદ તરાના એ અલવિદા પઢવામાં આવી હતી. “તેરે આને સે જમાના ચોતરફ પૂર નૂર થા, મસ્જિદો મહેરાબો મીમ્બર જલ્વાગર થા જાંબઝા, રોઝદારોકે ભી થા ચહેરે પે રોનક બરહા, આહ ઐસી બરકતે અબ હમસે હોતી હે જુદા” સાંભળીને તમામ લોકોની આંખો નમ થઇ ગઈ હતી. બાદમાં દરેક મસ્જિદોમાં આજે વિશિષ્ટ દુઆઓનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

અલ્લાહ પાક આજ ની આ મુકદ્દશ રાત્રી ના સદ્દકે તમારી અને તમારી ફેમિલી ના સૌ મર્હુમીનો ની બે હિસાબ મગફેરત કરે અને તમને અને તમારી ફેમિલી ને તંદુરસ્તી સાથે લાબું જીવન આપે.
દરેક બીમાર ને અલ્લાહ પાક શિફા એ કામેલા આજેલા આપે.
અલ્લાહ પાક તમને અને તમારા ફેમિલીમા સૌને દુનિયા અને આખેરત ની તમામ ભલાઇયા નશીબ કરે.
અલ્લાહ પાક તમને દરેક આફત, બલા, મુસીબત અને બીમારી થી મેહફુઝ રાખે.
અલ્લાહ પાક તમારી ઇબાદત અને લીલ્લાહ, સદકા, ઝકાત ને કબુલ કરે.
અલ્લાહ પાક ખુશ હાલ લાંબી જિંદગી આપે અને ઈમાન પર ખાતેમાં બિલ ખેર નશીબ કરે.
આમીન યા રબ્બુલ આલમીન……

આજે તરાવીહ બાદ મસ્જીદે મખદૂમ અશરફમાં “સલાતુત તસ્બીહ” ની નમાજ બા-જમાત પઢાવવામાં આવી હતી.

THE GREAT JAMA MASJID TANKARIA

MASJIDE SIDDIKE AKBAR [VANTARSA ROAD]

NOORANI MASJID [PEER YUSUF]

MAKKA MASJID [PARKHET ROAD]

MASJIDE MAKHDUM ASHRAF [SITPON ROAD]

MADINA MASJID S.T. COLONY

FAIZ MASJID ADOL ROAD

MASJID E MUSTUFAIYYAH [MOTA PADAR]

SHAB E QADR MUBARAK………

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*