વિન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલમાં માતર વિજયી

ટંકારીઆ ગામે આવેલ મુસ્તુફાબાદ ક્રિકેટ મેદાન પર સ્પોર્ટ્સ ક્લબ ઓફ ટંકારીઆ દ્વારા આયોજિત વિન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ મોલવી જંબુસર અને માતરની ટિમ વચ્ચે રમતા માતરની ટીમનો ભવ્ય વિજય થયો હતો. નિર્ધારિત ૩૦ ઓવરની મેચમાં મોલવી જંબુસરની ટીમે ૨૩૯ રન ફટકાર્યા હતા જેના જવાબમાં માતરની ટીમે ૬ વિકેટ ગુમાવી ૨૪૦ રન કરતા માતર વિજયી નીવડ્યું હતું.
આ ટુર્નામેન્ટમાં મોટી સંખ્યામાં દેશ-વિદેશથી ક્રિકેટ પ્રેમીઓ હાજર રહ્યા હતા. જેમાં મુખ્યત્વે ટંકારીઆ ગામના દાનવીર આદમભાઇ લાલી ઉપરાંત અમેરિકાથી પધારેલા શકીલ ભા, સઈદભાઈ બાપુજી, ઈમ્તિયાઝ બાપુજી [યુ.કે.], Al-Shamsh ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ના માલિક તૌસીફભાઇ વાગરાવાળા તેમજ યુ.કે અને આફ્રિકાથી પધારેલા એન.આર.આઈ. ભાઈઓ ઉપરાંત તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર, સરપંચ મંગુભાઇ, ડેપ્યુટી સરપંચ સફ્વાન ભુતા, માજી રણજી ખેલાડી ઇસ્તિયાક પઠાણ,  માજી સરપંચ ઝાકીર ઉમતા, સામાજિક અગ્રણી ઉસ્માન લાલન, મુસ્તુફા ખોડા તથા ગામ પરગામથી ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર પ્રોગ્રામનું સંચાલન સામાજિક અગ્રણી અબ્દુલ્લાહ કામઠી દ્વારા કરવામાં આવ્યું હતું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*