માહે રબીઉલ અવ્વલના ચાંદ વિશે થોડું કન્ફ્યુઝન ઉભું થયું હતું. પરંતુ ગુજરાત ચાંદ કમિટીને પુખ્તા શરઈ ગવાહોની ગવાહીનાં આધારે ચાંદ કમિટી ગુજરાત રાજ્યએ માહે રબીઉલ અવ્વલ ૧૪૪૭ હીજરીનો પ્રથમ ચાંદ સોમવાર તારીખ ૨૫ /૦૮/૨૦૨૫ ના રોજ થી ગણવામાં આવશે એવું જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે, ઈદ એ મિલાદુન્નબી તારીખ ૦૫/૦૯/૨૦૨૫ ને શુક્રવારના રોજ મનાવવામાં આવશે.
આ દરમ્યાન રોજ રાત્રે ઈશાની નમાજ બાદ જામા મસ્જિદ ટંકારીઆ તથા પાદર વાળી મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહમાં બયાનો થશે. તો તમામ ભાઈઓને ફૈઝીયાબ થવા અપીલ કરવામાં આવે છે.