હાજી ઝાકીરહુસેન ઇસ્માઇલ ઉમતા દ્વારા મહેમાનીનો પ્રોગ્રામ યોજાયો

હાલમાં હજ પઢીને પરત આવેલા હાજી ઝાકીરહુસેન ઇસ્માઇલ ઉમતા દ્વારા મહેમાનીનો પ્રોગ્રામ આજરોજ ટંકારીઆ દારૂલ ઉલૂમ કોમ્યુનિટી હોલમાં યોજવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ગામ-પરગામના મહેમાનોએ હાજરી આપી હતી.

હાજી ઝાકીરહુસેન ઇસ્માઇલ ઉમતા મિત્રો સાથે એમના હજના અનુભવોનું વર્ણન કરતા ભાવવિભોર થઇ ગયા હતા. આ તબક્કે તેમણે હજના સુંદર આયોજન અંગે વાત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ટંકારીઆ ગામના લોકો જ્યાં પણ વસેલા છે ત્યાં છવાઈ ગયા છે. વધુ વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે હજ દરમિયાન ખુબ સારો સાથ સહકાર આપનાર  ટંકારીઆ ગામના નવયુવાન મતીન મનમને મક્કામાં હરમ વિસ્તરણ પ્રોજેક્ટમાં એન્જિનિયર  તરીકે અગ્રેસર કામગીરી કરી ગામ ટંકારીઆનું નામ રોશન કરેલ છે. ઈનાયતભાઈ બગસ લાલન, મુબારક ગુલામ સાપા [રાજા], ગુલામ કાપડિયા તથા ઇશાક ઢબુએ સમગ્ર જીવન જેદ્દાહમાં પ્રતિષ્ઠિત કંપનીમાં કામ કરી ગામનું નામ રોશન કર્યું છે. આ ઉપરાંત સુફિયાન લહેરી , ઇલ્યાસ ઇસ્માઇલ [અસુલ] સાપા, વલીભાઈ ધન્યાવીવાળા, ત્રાલસા-કોઠીનાં મહંમદભાઇ નમાજી જેવા લોકોએ પણ હજ દરમિયાન ખુબ સારો સાથ સહકાર આપ્યો અને ખૂબ ખિદમત કરી એ બદલ હાજી ઝાકીરહુસેને હૃદયપૂર્વક એમનો સૌનો  આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*