ટંકારીયા સ્થિત એમ.એ.એમ. પ્રાયમરી અંગ્રેજી માધ્યમ એન્ડ એમ.એ.એમ. અંગ્રેજી માધ્યમ હાઈસ્કુલમાં તેજસ્વી તારલાઓ તેમજ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા…
ભરૂચના ટંકારીયા સ્થિત એમ.એ.એમ. પ્રાયમરી અંગ્રેજી માધ્યમ એન્ડ એમ.એ.એમ. અંગ્રેજી માધ્યમ હાઈસ્કુલ, ટંકારીઆ શાળાના કેમ્પસમાં એપ્રિલ-૨૦૨૫ જૂનિયર કે જી થી લઈ ધોરણ – ૧૦ મા ઉત્તીર્ણ થયેલ શાળાના તેજસ્વી તારલાઓ તેમજ શિક્ષકોને મેડલ અને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિવિધ વક્તાઓએ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું. વિશેષ સાંપ્રત ડિજિટલ યુગમાં પોતાના બાળકોને સુશિક્ષિત બનાવવા પર વિશેષ ભાર મુકયો હતો. સાથે સાથે સાંપ્રત ડિજિટલ યુગમાં શિક્ષણના મહત્વ વિશે રસપ્રદ માહિતી પ્રદાન કરી હતી. આયોજિત કાર્યક્રમમાં મોહસીને આઝમ મિશનના ઓલ ઇન્ડિયા પ્રદેશના પ્રમુખ શ્રી હાજી ઈબ્રાહીમભાઈ વડીયા, સૈયદ ઝૈનુંલઆબેદીન સાહેબ (જન શિક્ષણ સંસ્થાન ચેરમેન), WBVF ના પ્રમુખશ્રી ઇકબાલભાઈ પાદરવાલા, મહેશભાઈ બુક સેલર (ભરૂચ જિલ્લાના ડીલર), ઇકબાલભાઈ કરમાડવાલા (આચાર્ય સંઘના પ્રમુખ), ઈબ્રાહીમ બાજીભાઈ (સામાજિક કાર્યકર), અઝીઝભાઇ ટંકારવી (ગુજરાત ટુડેના તંત્રી અને કવિ), મુબારકભાઈ ભાણીયા, યુનુસભાઈ ખાંધીયા, ઈબ્રાહીમ માંનુવાલા, કાર્યક્રમ ઉપસ્થિત રહી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.
કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરઆને પાકથી મૌલાના અબ્દુલરજ્જાક અશરફી ધ્વારા કરવામાં આવી. ત્યાર બાદ ટ્રસ્ટના પ્રમુખ શ્રી હાજી ઇશાક પટેલ સાહેબે પ્રાસંગિક પ્રવચન આપ્યું. ત્યારબાદ શાળા આચાર્યશ્રીએ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન શ્રેષ્ઠ શિક્ષક તથા બેસ્ટ પર્ફોમન્સ એવોર્ડની જાહેરાત કરી હતી. ત્યારબાદ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માં પ્રથમ, દ્રિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર નાના ભૂલકાઓ એલ.કે જી થી લઇ ધોરણ : ૧૦ના વિદ્યાર્થીઓને મેડલ તથા પ્રમાણપત્ર, પ્રથમ, દ્રિતીય અને તૃતીય ક્રમાંકે હાઉસીસને ટ્રોફી આપવામાં આવી અને શાળાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ લાલન હબીબાને ઉપસ્થિત મહાનુભાવોના હાથે અર્પણ કરવામાં આવ્યો હતો. શાળાના પ્રમુખ ઈશાક પટેલ તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યો હાજર રહ્યા હતા. શાળાનાં આચાર્યશ્રી મહેતાબ ખાને તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં ઉપસ્થિત દરેક મહાનુભાવોએ પોતાના જ્ઞાનરૂપી સાગરમાંથી વિદ્યાર્થીઓને મોતીરૂપી આશીર્વાદ આપી પ્રોત્સાહિત કર્યા હતા. ઝળહળતું પરિણામ લાવવા બદલ દરેક તેજસ્વી તારલાઓને મેડલ તેમજ ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા. અંતે શાળાના શિક્ષકશ્રી પટેલ મુસ્તાક સાહેબે આવેલ મોંઘેરા મહેમાનોને હૃદયપુર્વક આભાર વ્યક્ત કર્યો હતો…
Good work✅