એક આહ ભરી હોગી…. હમને ન સુની હોગી…..

આજે અહમદાબાદ ખાતે એર ઇન્ડિયાનું વિમાન કે જેનું ઉડાન અહમદાબાદ થી લંડન હતું તે આકસ્મિક રીતે ક્રેશ થઇ જતા લગભગ તમામ મુસાફરો આ દુર્ઘટનામાં માર્યા ગયાના અહેવાલ સાંપડ્યા છે. જેમાંથી આપણા ભરૂચ જિલ્લાના પણ કેટલાક મુસાફરો હોવાના સમાચાર સાંપડ્યા છે. ઉપરાંત સાંસરોદની પણ એક ફેમિલી હોવાની માહિતી મળી છે. અલ્લાહ તમામ મરહુમોની મગફિરત ફરમાવે. ખરેખર દુઃખદ ઘટના ઘટી છે. અલ્લાહ પાક તમામ મરહુમોની ફેમિલીને સબ્રે જમીલ અતા કરે. આપણો આખો સમાજ આ મર્હૂમોના સગા-સંબંધીઓ સાથે જ એમના દુઃખમાં સહભાગી છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*