સમગ્ર ગુજરાતની બાકી પડતી ગ્રામ પંચાયતોની ચૂંટણી સત્તાવાર રીતે ઘોષિત થઇ ગઈ છે. અને તે ચૂંટણી તારીખ ૨૨ જૂને યોજાશે. જે અંતર્ગત ટંકારીઆ ગ્રામ પંચાયત ની સરપંચ તથા સભ્યોની ચૂંટણી પણ યોજાશે. ટંકારીઆ ગામમાં આ ટર્મમાં સરપંચની સીટ આદિવાસી માટે રિઝર્વ છે. એટલે આ વખતે આદિવાસી સરપંચ બનશે. તથા આપણા ગામના કુલ ૧૪ વોર્ડ છે. જેમાં સભ્યોની પસંદગીની ચૂંટણી પણ યોજાશે જેમાંથી કેટલાક વોર્ડના સભ્યો બિનહરીફ જાહેર થયા છે. જે સવિસ્તાર માહિતી નીચે મુજબ છે.
સરપંચ ના ઉમેદવારો :
૧. વસાવા મંગાભાઇ છોટુભાઈ
૨. વસાવા સુરેશ
૩. વસાવા ભુપેન્દ્ર
૪. વસાવા શના
વોર્ડના સભ્યો :
વોર્ડ નંબર ૧ : ઇમરાન કોવારીવાલા / ઇશાક બશેરી. [ચૂંટણી થશે]
વોર્ડ નંબર ૨ : વસાવા ભાવના / વસાવા શારદા [ચૂંટણી થશે]
વોર્ડ નંબર ૩ : ઈકબાલ સાપા – બિનહરીફ.
વોર્ડ નંબર ૪ : મહમ્મદઅકીલ ઈરફાન મેલા – બિનહરીફ.
વોર્ડ નંબર ૫ : સફવાન ભુતા – બિનહરીફ.
વોર્ડ નંબર ૬ : મુનાફ જીવા / બાબુ ચાંડીયા [ચૂંટણી થશે]
વોર્ડ નંબર ૭ : નાશીમાબાનુ બોડા – બિનહરીફ.
વોર્ડ નંબર ૮ : સબીહા ઝુબેર મઢી – બિનહરીફ.
વોર્ડ નંબર ૯ : સોલંકી તુલસીદાસ – બિનહરીફ.
વોર્ડ નંબર ૧૦ : ફરહાના સફવાન ભુતા / વસાવા નિકિતા [ચૂંટણી થશે]
વોર્ડ નંબર ૧૧ : સલમા ઈરફાન મેલા / વસાવા મનીષા [ચૂંટણી થશે]
વોર્ડ નંબર ૧૨ : રુક્ષાના નઝિર મઢી – બિનહરીફ.
વોર્ડ નંબર ૧૩ : જેબુન યાહયા સાલેહ – બિનહરીફ.
વોર્ડ નંબર ૧૪ : અમિત વસાવા – બિનહરીફ.