ટંકારીઆ તથા પંથકમાં કમોસમી વરસાદ થયો

સતત બે દિવસથી ગોરમ્ભાયેલા વાદળો આજે સવારથી સતત વરસી રહ્યા છે. જેને લીધે તાપમાનનો પારો ગગડી ગયો છે. ભર ઉનાળે શિયાળા જેવી ઠંડી લાગી રહી છે. અને સતત વરસી રહેલા વરસાદને પગલે લોકોએ સાફ-સફાઈ કરીને મૂકી દીધેલી છત્રીઓ કાઢવાનો વારો આવ્યો છે. અને જનજીવન ખોરવાઈ ગયું છે. ટંકારીઆ તથા પંથકના ગામોમાં વાવાઝોડા ને લઈને સતત વીજ લાઈનો ના થાંભલા તૂટવાના વીજ લાઈનો પર વૃક્ષો ધરાશાયી થવાના અને બીજા ટેક્નિકલ કારણો સર્જાતા સતત બીજા દિવસે પણ વીજ લાઈનોનું રિપેરિંગ કામ ચાલુ રહેતા વીજ પ્રવાહ ચાલુ બંધ થતો રહેતો હતો જેને કારણે લોકો મુશ્કેલીઓમાં મુકાઈ ગયા હતા. પરંતુ ડીજીવીસીએલના કર્મચારીઓના અથાગ પ્રયત્નોથી વીજ પ્રવાહ પૂર્વવત થઇ ગયો હતો.

1 Comment on “ટંકારીઆ તથા પંથકમાં કમોસમી વરસાદ થયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*