પ્રાથમિક શાળા બોરીના આચાર્ય ઐયુબભાઇ કડુજીનો વિદાય સાથે સન્માન સમારંભ યોજાયો.

આજરોજ પ્રાથમિક શાળા બોરી, તા.જિ.ભરૂચના મુખ્ય શિક્ષક શ્રી ઐયુબ મુસાભાઇ કડુજી [મૂળ ટંકારીઆના ] નિવૃત થતાં તેઓનો સન્માન સમારંભ તાલુકા  પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પરિમલસિંહ યાદવના અધ્ય઼ક્ષ સ્થાને શાળાના સહ કર્મચારીઓ દ્વારા યોજવામાં આવ્યો.જેમાં  શ્રી પ્રદીપસિંહ રાણા, ઇકબાલભાઇ પટેલ,ભરૂચ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી મુનાફભાઇ ટીનકી અને મંત્રી ધર્મેન્દ્ર્ સિંહ રાણા, ગૃપાચાર્ય પુષ્પાબેન રણા, બોરી  ગ્રામ પંચાયતના સભ્યો, એસ.એમ.સી.ના સભ્યો, મેહબુબભાઇ જેટ. દાઉદભાઇ દેગમાસ્તર, ફારૂકભાઇ કારી, શિક્ષકો શેહનાઝબેન, દિપ્તીબેન, અજીજાબેન, મુનાફભાઇ, અનવરભાઇ મીરૂ, હમીદભાઇ, ફીરોઝભાઇ ની હાજરીમાં સ્મૃતિ ચિન્હ્ રૂપે ભેટ આપી સન્માન કરાયું હતું.તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પરિમલસિંહ યાદવ દ્વારા ઐયુબભાઇની શિક્ષણક્ષેત્રે સારી કામગીરીની સરાહના કરાઇ હતી.કાર્યક્ર્મનું સંચાલન શાળાની વિદ્યાર્થીની દ્વારા કરવામાં આવી.આભારવિધિ શાળાના શિક્ષિકા કલાવતીબહેન દ્વારા કરવામાં આવી.

4 Comments on “પ્રાથમિક શાળા બોરીના આચાર્ય ઐયુબભાઇ કડુજીનો વિદાય સાથે સન્માન સમારંભ યોજાયો.

  1. MESSAGE FROM ISMAILBHAI KHUNAWALA FROM LONDON
    Salam from Ismail Saheb Khunawala,London.
    My heartfelt and sincere congratulations to retiring Headteacher Janab Ayub M Kaduji Saheb
    after a very long service from the very important educational fields.Best wishes for a happy retirement and I am sure your teachings and company will be greatly missed by all your students and friends.Do not forget you are retired but your profession will continue as an ideal
    teacher through a long life.May Allah keep you happy and healthy and give you a long life.
    My best wishes are always with you.Enjoy your retirement life as usual.
    Well wisher ,Ismail Saheb,London.

  2. Alhamdulillah…
    My brother has completed his noble service as a teacher, he was a last shackle of chain of teachers in my family, he is hardworking, an honest and very very creative.. May Allah bless him with long healthy retirement…

  3. શિક્ષક તરીકે જીવનનો એક અધ્યાય પરિપૂર્ણ કરવા બદલ અય્યુબ કડુંજીને શુભેચ્છાઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*