ટંકારીઆ વેલ્ફેર સોસાયટી (યુ.કે.) ની ગોલ્ડન જ્યુબિલી ની ઉજવણી કરવામાં આવી

ભરૂચ જિલ્લાના ટંકારીઆ ગામના વતનીઓ દ્વારા ચાલતી ટંકારીઆ વેલ્ફેર સોસાયટી (યુ.કે.) નામની સંસ્થાને ૫૦ વર્ષ પુરા થતા ગોલ્ડન જ્યુબિલી ની ઉજવણી યુ.કે. ના લેસ્ટર શહેરમાં ગતરોજ રવિવારે કરવામાં આવી હતી.
આ પ્રોગ્રામ ની શરૂઆત કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવી હતી અને સંસ્થાના પ્રમુખ
શફીકભાઈ પટેલે ૫૦ વર્ષનો ચિતાર રજુ કર્યો હતો. વેલકમ સ્પીચ શફીકભાઈ પટેલે આપી હતી. તેમજ વેલ્ફેર સોસાયટીના ઇતિહાસની ઝલક જનાબ ઈસ્માઈલસાહેબ ખૂણાવાળા દ્વારા આપવામાં આવી હતી. તથા સંસ્થા દ્વારા કરાયેલા કામોનો ચિતાર હાજરજનોને આપ્યો હતો.
આ વેલ્ફેર સોસાયટી દ્વારા હાલમાંજ જાપાન ખાતે યોજાયેલ પેરાલિમ્પિક રમતોત્સવમાં બ્રિટન ની ટીમે વહિલચૅર રગ્બી માં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો તે ટીમના નેશનલ ખેલાડી ટંકારીઆ મૂળના અયાઝ ભૂટા નું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હાલમાં કોવિદ-૧૯ રોગચારાએ ભરડો લીધો હતો અને ટંકારીઆ ખાતે કોવિદ કેર સેન્ટર ની સ્થાપના કરવામાં આવી હતી જેના માટે દારુલ બનાત કમિટીએ આખું દારુલ ઉલુમની બિલ્ડીંગ આ કામ માટે આપી હતી જે બદલ તેમને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા અને સાથે સાથે કોવિદ વોરિયર, મેડિકલ ટિમ, સખીદાતાઓ નું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ટંકારીઆ ગામની આદિવાસી પુત્રી નામે દેવિયાની કે જે છોટુભાઈ વસાવાની પૌત્રી થાય છે તેમનું પણ આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું. અને ગામના શુભચિંતકો, સખીદાતાઓ ને પણ સન્માનિત કરાયા હતા.
લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ ગામના કવિ, લેખક, પ્રોફેસર જનાબ યાકુબભાઇ મહેંક ને એનાયત કરવામાં આવ્યો હતો. તદુપરાંત ટંકારીઆ ગામના દંતકથા સમાન ટંકારીઆ રત્ન, મર્હુમ ઇબ્રાહીમભાઇ નાથલિયા, ઉમરફારૃક ચામડ, હાજી મુસાભાઇ કીડીવાળા, હાજી દાઉદ ,માસ્ટર કાપડિયા, બર્મિંગહામના હાફેઝ ઇસ્માઇલ ભુતા, મસ્તાન સાહેબ બંગલાવાળા, હાજી ઇબ્રાહિમ માસ્ટર કબીર, હાજી ઇબ્રાહિમ માસ્ટર ગાંડા, હાજી ગુલામ લલ્લા માસ્ટર, હાજી યાકુબભાઇ ખોડા, હાજી અહમદભાઈ ખોડા [ડી.વાય.એસ.પી] વિગેરેને યાદ કરી તેમના માટે દુઆઓ ગુજારવામાં આવી હતી.
ત્યારબાદ ટંકારીઆ એવોર્ડ કેનેડા સ્થિત અય્યુબભાઇ મીયાંજી, સાઉથ આફ્રિકા સ્થિત હાજી આદમભાઇ લાલી, ડો. આદમસાહેબ ટંકારવી, યાકુબ બાજીભાઈ ભુતા, મુફ્તી મહેંક, હાજી અય્યુબભાઇ કરીમ, હાજી યાકુબભાઇ કરીમ, ટંકારીઆ કોવિદ કેર સેન્ટરના પ્રમુખ યુનુસભાઇ ખાંધિયા, ટંકારિયાપુત્ર કવિ, લેખક, ગુજરાત ટુડેના તંત્રી અઝીઝ ટંકારવી સાહેબ, કેનેડા સ્થિત રુસ્તમભાઇ લાલન, તથા મુંબઈ સ્થિત હાજી ઇસ્માઇલભાઈ હીરા [બરકાલિયા], તથા લંડન સ્થિત ઈસ્માઈલસાહેબ ખૂણાવાળા વિગેરેને એનાયત કરવામાં આવ્યો હતો.
ટંકારીઆ ગર્વ એવોર્ડ સાઉથ આફ્રિકા સ્થિત ઓએસિસ ક્રીસન્ટ ફર્મ ના અભલી ફેમિલી ને એનાયત કરવામાં આવ્યો હતો.
તદુપરાંત ગામની તમામ દીની, દુન્યવી સંસ્થાઓના ટ્રસ્ટીઓને તથા સમગ્ર દુનિયાના ટંકારીઆ ગામના લોકોને એકજુથ રાખી અને ગામના તથા વિદેશની પળપળની ઘટનાઓથી માહિતગાર કરનાર માય ટંકારીઆ વેબ સાઈટ ની ટીમને પણ બિરદાવી હતી.
આ પ્રોગ્રામમાં સમગ્ર યુ.કે. માંથી મોટી સંખ્યામાં ટંકારવીઓ હાજર રહ્યા હતા. તથા સ્પેશ્યલ મહેમાનોમાં ઇકબાલભાઇ પાદરવાળા, સાજીદભાઈ વોરાસમનીવાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં આભાર વ્યક્તવ્ય ઇકબાલભાઇ ધોરીવાળાએ રજુ કર્યું હતું
. ત્યારબાદ મુશાયરાની મોજ હાજરજનોએ માણી હતી. સમગ્ર સમારંભનું સંચાલન ઈમ્તિયાઝભાઈ વરેડીયાવાળાએ પોતાની આગવી છટામાં કર્યું હતું. આ સમગ્ર પ્રોગ્રામની સફળતાનો શ્રેય સલીમ વરુ, અબ્દુલ્લાહ છેલીયા તથા લેસ્ટરના તમામ નવયુવાન ટંકારવી ભાઈઓને જાય છે.

Leave a Reply

Your email address will not be published.

*