મેસરાડ ખાતે રમાયેલી વિન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ માં ટંકારીઆ કે. જી. એન. વિજયી
મેસરાડ સ્પોર્ટ્સ ક્લબ આયોજિત ૩૦ ઓવરની વિન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ આજરોજ કરજણ ઇલેવન અને કે. જી. એન. ટંકારીઆ વચ્ચે રમાઈ હતી. જેમાં પ્રથમ દાવમાં કરજણ ની ટિમ ફક્ત ૧૧૨ માં તંબુ ભેગી થઇ ગઈ હતી. જેના જવાબમાં ટંકારીઆ કે. જી. એન. ટીમે ૩ વિકેટ ગુમાવીને ૧૧૫ રન કરતા ટંકારીઆ કે. જી. એન. વિજયી નીવડ્યું હતું. આ મેચમાં ટંકારીયાના તૌસીફ ઠાકોરે ૪ મહત્વની વિકેટ ઝડપી હતી. અને ટંકારીઆ ટિમ તરફથી ઝાકીર ગોદરના ૩૮ રન, નઇમ મઢીના ૨૨ રન અને ઉસ્માન બાબરીયા ના ૧૭ રન મુખ્ય હતા. આ મેચ માં મેન ઓફ ઘી મેચ તૌસીફ ઠાકોર બન્યા હતા અને સમગ્ર ટુર્નામેન્ટ ના બેસ્ટ બોલર ઝાકીર ઉમતા ઘોસિત થયા હતા.
ઇનામ વિતરણ સમારંભ મુખ્ય મહેમાનો અને ક્રિકેટ પ્રેમીઓ ની હાજરી માં યોજાયો હતો. સમગ્ર સમારંભ નું સંચાલન ટંકારીઆ ના અબ્દુલભાઇ કામથી એ સફળતાપૂર્વક કર્યું હતું.
Leave a Reply