બિલ્લીપગે શિયાળાની શરૂઆત
ટંકારીઆ તથા પંથકમાં મંદમંદ પવન વચ્ચે શિયાળાની ઠંડી નું આક્રમણ શરુ થઇ ગયું છે. લઘુત્તમ પારો ગગડીને નીચો થઇ ગયો છે જેને પગલે આંશિક રીતે તીવ્ર ઠંડીનો અનુભવ લોકોએ કર્યો છે. ઠંડીનો ચમકારો જોતા લોકો ઠંડી થી રક્ષણ મેળવવા રાત્રે તાપણાનો સહારો લેતા જોવા મળ્યા છે. જયારે ગરમ વસ્ત્રોમાં સજ્જ લોકો ઠંડીથી બચવા પ્રયત્નશીલ દેખાયા હતા. તથા આ વખતે શિયાળો થોડો મોડો જામ્યો હોય ઠંડી પ્રેમીઓ માં ખુશી ની લહેર જોવા મળી છે.
TANKARIA WEATHER
Leave a Reply