1 … 76 77 78 79 80 … 525

આપણા ગામના મુરબ્બી જનાબ બદરુદ્દીન હાજી દાઉદ ભૂતા ઉર્ફે બદર મામાં કે જેઓને લાંબી માંદગીમાંથી અલ્લાહના ફઝલો કરમથી શિફા મળી છે. તેમની માંદગીના સમયમાં આપેલ સાથ-સહકાર અને દુઆઓ કરવા બદલ તેમના રિશ્તેદારો, કુટુંબીજનો, દોસ્ત, એહબાબ, શુભ ચિંતકોનો આભાર વ્યકત કરતો સંદેશ અમો ટંકારીઆ વેબ સાઈટના એડ્મીનીસ્ટ્રેટરને તેઓએ મોકલ્યો છે. જે આપ સમક્ષ આ સંદેશ મૂકી તમામનો આભાર વ્યક્ત કરીએ છે.

સંદેશ

યુ.કે. અને ઇન્ડિયા ખાતે ના મારા અઝીઝ ભાઈઓ, અલ્લાહ રબ્બુલ ઇજ્જત ના ફઝલો કરમ થી અને આપ સહુ ની ભલી દુઆઓ ની બરકત થી લાંબી યાતનાભરી બિમારી થી અલ્લાહે શીફા બક્ષી, શાફીયલ અમરાઝ રબ ત્આલા નો અગણિત અહેસાન અને લાખો શુકર.. મારા કપરા સમયમાં મને દરેક રીતે સાથ આપનાર મારા ફેમિલી મેમ્બર્સ, મારા તમામ દોસ્ત, મારા તમામ શુભેચ્છકો, મારી સેહતયાબી માટે દુઆ ગુઝારનાર તમામનો હું શુક્રગુઝાર છું, અલ્લાહ આપને એનો જઝા એ ખૈર અતા ફરમાવે..
હાલ બે દિવસ પહેલા જ લૅસ્ટર ખાતે ભાઇ અનવર ગોચા ના આમંત્રણ અને યાકુબભાઇ વરૂ, સલીમ વરૂ, અબ્દુલ્લાહ છેલીયા, ઈલ્યાસ નગીઆ અને ‌અઝીઝ કાજીબુ વિગેરે હમદર્દો ના ખુબ જ આગ્રહ ને લ‌ઇ દાવત માં જવાનું થયું, લગભગ દોઢ વર્ષ જેટલા લાંબા આરામ પછી સામાજિક પ્રસંગ માં હાજર રહેવા થી ખુબ ખુશી થઇ, લૅસ્ટર ના તમામ દોસ્તો એ ખુબ જ દિલ થી આવકારી‌ ખુબ આગતા સ્વાગતા કરી, પરત ફરતા સુધી તમામ ખડેપગે રહ્યા, આપ તમામ ની ભાવભરી મહેમાન નવાઝી બદલ દિલ થી આભાર અને ભાઇ અનવર ને ખુબ ખુબ મુબારકબાદ..

બદરુદ્દીન હાજી દાઉદ ભૂતા 

ચોમાસુ પરિપક્વ અવસ્થામાંથી પસાર થઇ રહ્યું છે. અને મઘા નક્ષત્ર ચાલુ છે. પૂર્વજોની કહેણી છે કે, મઘા માં વરસાદ ધોધમાર પડે. આજે વહેલી સવારે આકાશમાં વાદળો કાળા ડિબાંગ છવાઈ ગયા હતા અને કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ ખાબકી પડ્યો હતો જે સતત પોણો કલાક વરસ્યો હતો. થોડીવારમાં તો ધરા પાણી પાણી થઇ ગઈ હતી. ખેડૂતો પલાંઠી વાળી આકાશ તરફ નજરો જમાવી બેઠેલા નજરે પડ્યા હતા. જોકે ખેડૂતોનું કહેવું છે કે, આ વરસાદથી જે પાક ખેતરોમાં ઉગી ગયો છે તેના માટે આ વરસાદ ઘી સમાન છે. પરંતુ જેમને હજી વાવણી નથી કરી તેઓ માટે વાવણી કરવા માટે થોડો સમય પાછો ઠેલાશે.વળી ખેડૂતોનું એમ પણ કહેવું છે કે, મઘાના પાણીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જશે. આ વખતે અત્યાર સુધી કાળઝાળ ગરમીનો સામનો લોકો કરી રહ્યા હતા જે આજ સુધી ચાલુ છે. અલ્લાહપાક રહમતનો વરસાદ નાઝીલ કરી ખેત ખલીયાનોને સમૃદ્ધ કરે.

ટંકારીઆ કસ્બો કે જે ભરૂચ તાલુકાનો મોટામાં મોટો મુસ્લિમ વસ્તી ધરાવતો વિસ્તાર છે. ટંકારીઆ ગામ એકતા અને અખંડિતતા માટે જાણીતું છે. સંપ અને સહકાર તેમને ગળથુથી માંથી જ મળેલ છે. આ ગામમાં કેટલાક નવયુવાનો કે જેઓ ગામનું કોઈ પણ કામ હોય આગળ પડતો ભાગ ભજવતા હોય છે અને ગામમાં કોઈ પણ ખૂણામાં મય્યત થયું હોય એટલે તુરંત તેઓ કબરના ખોડાઈ કામ માટે એ પછી સખત ગરમી હોય, કડકડતી ઠંડી હોય કે વરસાદ ની મોસમ હોય, સર્વપ્રથમ હાજર થઇ કબર ખોદવાનું કામ પરિપૂર્ણ કરવા સુધી થી લઈને મય્યતની દફનવિધિ સંપન્ન થતા સુધી હાજર રહી એક મોટી સેવાનું તથા નેકીનું કામ કરવા માટે હંમેશા તત્પર રહે છે. સલામ છે આ નવયુવાનોને જેઓની તારીફ

આવા લખાણો થી થઇ શકે તેમ નથી એટલે કે ઓછી પડે છે. મય્યત ના ઘર વાળાઓની આ એક મોટા માં મોટી જવાબદારી હોય છે જે જવાબદારી આ નવયુવાનો નિસ્વાર્થ રીતે અને હસતા હસતા નિભાવે છે. અલ્લાહ તબારક વ તઆલા તેના પ્યારા હબીબ સલ્લલ્લાહો અલૈહે વ સલ્લમ ના સદકા વ તુફેલ આ નવયુવાનોને તેનો બદલો બંને જહાંનોમાં અર્પણ કરે અને એમની તમામ જાઈજ તમન્નાઓને અલ્લાહ પુરી ફરમાવી તેમને તંદુરસ્તી અને સહેતમંદિ અતા કરે અને આ નેક કામને આગળ ધપાવતા રહે. વાચકોને ખાસ વિનંતી છે કે તેઓ આ નવયુવાનો માટે બંને જહાં ની ભલાઈઓ માટે હરહંમેશ દુઆ ગુજારતા રહેશો.

નોંધ: આ નવયુવાનોએ નામો જાહેર નહિ કરવાની શરતે પરવાનગી આપી હોય નામો જાહેર કર્યા નથી.

અસ્સલામુઅલયકુમ,
સલામ બાદ જણાવવાનું કે આપણાં ગામના ખુબ જ ઉત્સાહી,ખંતીલા અને ગામના દરેક જાહેર કામમાં આગળ રહી નિસ્વાર્થભાવે સેવા કરનાર ટંકારીઆ નવયુવાન કમિટીએ આ વર્ષે ઇદે મિલાદના પવિત્ર અવસરે ન્યાજનું આયોજન કરેલ છે.
આ નેક કામમાં સાથ અને સહકાર આપી તેઓની હિંમત અને હોસલો વધારવા માટે ગામના તમામ સખીદાતાઓને વધુને વધુ ભાગ લેવા માટે અપીલ કરવામાં આવે છે.આપ સખીદાતાઓ તમારી લિલ્લાહ રકમ આપી આ નેક કામને સફળ બનાવશો એવી નમ્ર ગુજારીશ છે.

# ખાસ નોંધ* – ઇદે મિલાદ માટે આવેલ ઇમદાદ માંથી જો રકમ બચશે તો બચેલી રકમનો ઉપયોગ આ રીતે જ કોઈ નેક અવસરે કરવામાં આવશે.

# ઇમદાદ આપવા માટે સંપર્ક :-

૧) યુનુસભાઇ ગણપતિ (નશીબ ઇલેક્ટ્રોનિક્સ,બજારમાં) – 9824183914

૨) સરફરાઝભાઈ ઘોડીવાલા(અલીફ કોલ્ડ્રિંકસ,પાદરમાં) –
8347115065

૩) ઇલ્યાસભાઈ ઉંદરડા(અજમેરી જનરલ સ્ટોર,પાદરમાં) –
9898525392

૪) રેહાનભાઈ કાજીબુ –
8320024658

બાઈટ : વિદ્યાર્થીઓને  વતન પ્રત્યે વફાદાર રહેવાની અને ઉત્તમ દેશપ્રેમી બનવાની શિખામણ આપતા અઝીઝ ટંકારવી…….

આજ રોજ તા. ૧૫/૦૮/૨૦૨૪ ને ગુરૂવારના રોજ એમ.એ.એમ. પ્રાયમરી અંગ્રેજી માધ્યમ એન્ડ એમ.એ.એમ. અંગ્રેજી માધ્યમ હાઈસ્કૂલ, ટંકારીઆમાં સ્વાતંત્ર્યદિન (રાષ્ટ્રીય પર્વ) ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. સવારે ૯:૩૦ કલાકે બાળકો શાળાના પટાંગણમાં ધ્વજવંદન કાર્યક્રમને આગળ વધાર્યો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે ગામના અઝીઝ ટંકારવી (ગુજરાત ટુડેના પ્રકાશક અને કવિ) સ્થાન ગ્રહણ કરી તેમના વરદ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ ધ્વારા દેશ ભક્તિ ગીતોની સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં બાળકોઓએ આજ રોજ ઉપસ્થિત મહેમાનો સમક્ષ પોતાની કૃતિ રજુ કરી.  આ ઉપરાંત હાજર રહેલ મહેમાનોમાં અબ્દુલભાઈ ટેલર (તાલુકા પંચાયતના સભ્ય), સરપંચ ઝાકીરભાઈ ઉમતા, ઘનશ્યામભાઈ (તલાટી), ઉસ્માનભાઈ લાલન, મુસ્તાકભાઇ રખડા, ઉસ્માનભાઈ ઇપલી, યાકુબભાઈ બોડાં તેમજ શાળાના પ્રમુખશ્રી ઈશાકભાઈ પટેલ તેમજ ટ્રસ્ટીમંડળના અન્ય સભ્યો હાજર રહયા હતા. હાજર રહેલ મહેમાનોમાં અઝીઝ ટંકારવીએ પ્રસંગને અનુંરૂપ બોધવચનો આપી આઝાદીની જંગમાં પોતાના કિંમતી જીવનની આહૂતિ આપનાર શહીદોને યાદ કરી  શ્રધ્ધાજંલિ આપી હતી. ત્યારબાદ ઉપસ્થિત થયેલ તમામ મહાનુભાવો ધ્વારા શાળા પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આમ ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં આમંત્રિત શાળાના ટ્રસ્ટીમંડળ, શાળા પરિવાર તેમજ બાળકો અને મહેમાનોએ હાજર રહી ધામધૂમથી આઝાદીના રંગે–રંગાઈને ઉજવણી કરી. વધુમાં મહાનુભાવોએ  જ્ઞાનરૂપી સાગરમાંથી વિદ્યાર્થીઓને મોતીરૂપી આશીર્વાદ આપી પ્રોત્સાહિત કર્યા હતા, દેશભક્તિનું વાતાવરણ પૂરું પાડ્યું હતું, અંતે મો મીઠું કરી સૌ વિદાય થયા. 

સમગ્ર દેશ આજે સ્વાતંત્ર દિવસની ઉજવણી દબદબાભેર કરી રહ્યો છે. આજે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદીનો પર્વ. જે અંતર્ગત આજે ટંકારીઆ કસ્બામાં આઝાદી પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. સૌ પ્રથમ ગ્રામ પંચાયત ટંકારીયાના ચોગાનમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગામની વિવિધ શાળાઓમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. જેમાં મુખ્યત્વે ટંકારીઆ કન્યાશાળા [મુખ્ય] અને ટંકારીઆ કુમારશાળા [બ્રાન્ચ] ની નવનિર્મિત અદ્યતન શાળામાં ભરૂચ તાલુકા પંચાયતના સદસ્ય અબ્દુલ્લાહ ટેલરના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ત્યારબાદ શાળાના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ દેશભક્તિના રંગે રંગાઈને ગગનભેદી દેશભક્તિના નારા લગાવી વાતાવરણ એકદમ ગુંજી ઉઠ્યું હતું. કન્યાશાળાના આચાર્ય ખીલજી સાહેબે પોતાની આગવી છટામાં દેશકાજે પ્રાણ ન્યોછાવર કરનાર શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિનાં પુષ્પો અર્પિત કર્યા હતા.
આ કાર્યક્રમમાં અબ્દુલ્લાહ ટેલર ઉપરાંત તલાટી ઘનશ્યામભાઈ તથા માજી સરપંચ ઝાકીરહુસેન ઉમતા, સામાજિક કાર્યકર ઉસ્માન લાલન, સલીમ ઉમતા, માજી શિક્ષક દરબાર સાહેબ તથા શાળાના આચાર્યો, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં તમામ વિદ્યાર્થીઓને મીઠાઈ આપી કાર્યક્રમની પુર્ણાહુતી થઇ હતી.

HAJIYANI FATIMABEN YAKUB SUBA BASHERI passed awway………….. Namaj e janaja will held at Bhadbhag graveyard after Zuhar prayer. May ALLAH [SWT] grant superior place in Jannatul firdaush. Ameen. 

1 … 76 77 78 79 80 … 525