Category: News
Jashn E Shabina @ Jama Masjid Tankaria.
અલ્લાહના ફઝલો કરમથી દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત શબીના તરાવીહ આજે બીજા અને આખરી દિવસે ચાલુ છે. આજે કુરાન શરીફ શબીનમાં પૂર્ણ થશે. ગામ તથા પરગામથી મોટી સંખ્યામાં લોકો શબીના પઢવા માટે આવ્યા છે. તમામ નમાઝી ભાઈઓ માટે દર ૮ રકાત બાદ ચા-નાશ્તાની તથા બહાર ગામથી પધારેલા ભાઈઓ માટે શહેરીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
ટંકારીઆમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
આજે તા.૧૮ માર્ચ ૨૦૨૬ ને બુધવારના રોજ ભરૂચ તાલુકા વહીવટી તંત્ર દ્વારા આયોજિત સેવાસેતુ કાર્યક્રમ ટંકારીઆ દારુલ ઉલુમ હોલમાં યોજવામાં આવ્યો હતો. સરકારનો છેવાડાનો કોઈપણ સાચો લાભાર્થી સરકારી યોજનાથી વંચિત ના રહે તે હેતુસર આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ટંકારીઆ ગામના તથા આજુબાજુના લાભાર્થીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.
ડેપ્યુટી સરપંચ સફવાન ભુતા તથા ગામ તલાટી ઘનશ્યામભાઈ તથા ગ્રામજનો સાથ-સહકાર માટે સતત હાજર રહ્યા હતા.

Grand annually Iftar party held by Oasis Crescent South Africa
The month of Ramadan is a month of charity for Muslims. In this month Muslims all over the world give charity to poor Muslims.
An annual Iftar party program was organized during the month of Ramadan by Directors of company Adam Ebrahim – Nazeem Ebrahim and Shaheen Ebrahim of Abhali family an owners of Africa’s largest financial company Oasis Crescent South Africa, originally from the great Tankaria and settled in Cape Town, South Africa for years, for the young children of Cape Town.
Iftaar shared with the well wishers, staff of the company and special children and their caregivers from Vision children Homes.


અલવિદા….. અલવિદા….. માહે રમઝાન અલવિદા
CLICK HERE FOR ALVIDA MAHE RAMZAN 2026
આજે શબ એ કદ્ર [૨૭ મી તરાવીહ] આજે કુરાને પાક તરાવીહમાં પૂરું થયું. અને આજે મોટી રાત તરીકે પણ મનાવવામાં આવે છે. ટંકારીઆ ગામની તમામ મસ્જિદોમાં આજે તરાવીહ બાદ તરાના એ અલવિદા પઢવામાં આવી હતી. “તેરે આને સે જમાના ચોતરફ પૂર નૂર થા, મસ્જિદો મહેરાબો મીમ્બર જલ્વાગર થા જાંબઝા, રોઝદારોકે ભી થા ચહેરે પે રોનક બરહા, આહ ઐસી બરકતે અબ હમસે હોતી હે જુદા” સાંભળીને તમામ લોકોની આંખો નમ થઇ ગઈ હતી. બાદમાં દરેક મસ્જિદોમાં આજે વિશિષ્ટ દુઆઓનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
અલ્લાહ પાક આજ ની આ મુકદ્દશ રાત્રી ના સદ્દકે તમારી અને તમારી ફેમિલી ના સૌ મર્હુમીનો ની બે હિસાબ મગફેરત કરે અને તમને અને તમારી ફેમિલી ને તંદુરસ્તી સાથે લાબું જીવન આપે.
દરેક બીમાર ને અલ્લાહ પાક શિફા એ કામેલા આજેલા આપે.
અલ્લાહ પાક તમને અને તમારા ફેમિલીમા સૌને દુનિયા અને આખેરત ની તમામ ભલાઇયા નશીબ કરે.
અલ્લાહ પાક તમને દરેક આફત, બલા, મુસીબત અને બીમારી થી મેહફુઝ રાખે.
અલ્લાહ પાક તમારી ઇબાદત અને લીલ્લાહ, સદકા, ઝકાત ને કબુલ કરે.
અલ્લાહ પાક ખુશ હાલ લાંબી જિંદગી આપે અને ઈમાન પર ખાતેમાં બિલ ખેર નશીબ કરે. આમીન યા રબ્બુલ આલમીન……
આજે તરાવીહ બાદ મસ્જીદે મખદૂમ અશરફમાં “સલાતુત તસ્બીહ” ની નમાજ બા-જમાત પઢાવવામાં આવી હતી.
THE GREAT JAMA MASJID TANKARIA

TANKARIA WEATHER