મદ્રસ્સાએ મુસ્તુફાઇય્યાહ ટંકારીઆનો વાર્ષિક જલ્સો યોજાયો

ગત રોજ શનિવારે ઈશાની નમાજ બાદ મદ્રસ્સાએ મુસ્તુફાઇય્યાહ ટંકારીઆના તાલિબે ઇલ્મોનો વાર્ષિક જલ્સો મોટા પાદર પટાંગણમાં યોજવામાં આવ્યો હતો. મદ્રસાના બાળકોએ ખુબ જ ઉમદા અંદાજમાં નાત શરીફ, બયાનો, દીની સવાલ-જવાબો સ્ટેજ પર રજુ કરી હાજરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. ખાસ કરીને નાની નાની બાળાઓએ પોતાની કાલી-કાલી ભાષામાં નાત રજુ કરી હતી. બાદ આજે રવિવારે મદ્રસા કમિટી દ્વારા તાલીબોની આખા વર્ષની મહેનતના ફળ સ્વરૂપે ઈનામોથી તમામ બાળકોને નવાજ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*