News
Wedding in Tankaria
Wedding function of Mu.Irshan S/O Late Mubarak [Babu] Kapadiya [Nephew of Inayat Kapadiya] held at Tankaria today.




Death News from Tankaria
HAJI YUSUF MUSA PAVADIYA passed away………… Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj e janaja will held at Hashamshah [RA] graveyard at 10pm today. May ALLAH [SWT] grant superior place in Jannatul firdaush. Ameen……
ટંકારીઆ-કંબોલી વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એક નું મોત
આજે સવારે આશરે ૮ વાગ્યાના સુમારે ટંકારીઆ-કંબોલી વચ્ચે ઠીકરીયા સ્ટેન્ડ પાસે મારુતિ વેન નંબર જીજે ૧૬ બીજી ૧૯૨૭ અને ઓટોરિક્ષા નંબર જીજે૧૬ એટી ૪૪૮૦ વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા દયાદરા ગામના રહીશ ઇબ્રાહીમભાઇ શેરપુરાવાળાનું સ્થળ પર મોત નીપજ્યું હતું. તથા તેમની સાથે વાનમાં બેસેલા દયાદરા ગામના સરફરાઝ રુડીને ગંભીર ઇજાઓ થતા ભરૂચ ખાતે હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા છે. પ્રાપ્ત માહિત અનુસાર ઓટોરિક્ષા મેસરાડ ગામની હતી તેમાં પણ ૩ મુસાફરો બેસેલા હતા તે તમામને તથા રીક્ષા ચાલાકને પણ ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલાઇઝ કર્યા છે. જેમાંથી કેટલાક ને ગંભીર ઇજાઓને કારણે આઈ.સી.યુ. માં ભરતી કરવામાં આવ્યા છે. પાલેજ પોલીસ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

News from Toronto, Canada
Br. Azim Hira of Toronto, (Hirawala/Barkaliya, Tankaria) sadly passed away earlier today in Toronto. Canada.
إِنَّا للهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ
Salatul-Janaza will be performed *TODAY (Tue May 12) after ASR Namaz (6:45pm) in Madinah Masjid followed by burial in Muslim Cemetery in Richmond Insha-Allah*
May Allah (SWT) forgive all his shortcomings, grant him the highest ranks in Jannah, and bestow Sabr-e-Jameel to all family and friends left behind.Ameen.
ટંકારીઆમાં ગેસ બોટલ લીક થવાના કારણે આગ ભભૂકી
તા.૧૨.૫.૨૦૨૬ ને મંગળવાર સાંજે ૬.૩૦ કલાકે ટંકારીઆ ઘોડી રોડ સ્થિત નવી નગરી માં એક ઘર માં ગેસ બોટલ સરગવાથી આગ 🔥 લાગી હતી કોઇ જાનહાનિ કે માલી નુકસાન થયું નથી શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ના કાર્યકર્તાઓ તાત્કાલિક ફાયર સેફટી બોટલ લઇ સ્થળ પર પહોંચી ગયા હતા અને તેના દ્વારા ફાયર સેફટી બોટલ દ્વારા તાત્કાલિક આગ 🔥 પર કાબુ મેળવી ધર ને તેમજ આજુબાજુના વિસ્તાર ના લોકો ને નુકસાન થતું બચાવવા માં આવ્યું હતું.
અલ્લાહ તઆલા તમામ ની હીફાજત કરે. આમીન…
આગ ઓકતી ગરમીમાં લોકો હેરાન પરેશાન
મે માસની અસહ્ય ગરમી વચ્ચે ટંકારીઆ સહીત જિલ્લામાં ભારે ઉકળાટ, ગરમી અને લૂ નો સામનો લોકો કરી રહ્યા છે. બપોર દરમ્યાન ગરમીનો પારો ૪૩-૪૪ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. જાણે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાય છે. સવારના પહોર થી જ ગરમીનો પ્રકોપ શરુ થઇ જાય છે જે બપોર થતા અસહ્ય થઇ જાય છે. લોકો ઘરોની બહાર નીકળવાનું ટાળે છે અને બપોરે જાણે કર્ફ્યુ જેવો માહોલ થઇ જાય છે. અંગ દઝાડતી ગરમીના પગલે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. આગામી દિવસોમાં પણ ગરમોનો પારો ઊંચો રહેવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

Walima function in Tankaria
Walima function of FAIZAN S/O ABDULLAH IBRAHIM AGGAR [EX. S.T. DRIVER] held at Tankaria today.

Death news from Tankaria
ADAM MOHMED DAHYA passed away…. Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj e janaja will held at Hashamshah [RA] graveyard at 9am tomorrow. May ALLAH [SWT] grant superior place in Jannatul firdaush.
નવનિર્મિત આંગણવાડીનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો
આજ રોજ ટંકારીઆ ગામ માટે ખુબ જ ખુશી નો મોકો હતો. ટંકારીઆ નાના પાદર ખાતે આવેલ નવનિર્માણ આંગણવાડી નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જેમાં ખાસ મેહમાન તરીકે પૂજા બેન. C. D. P. O. સંગીતા બેન, દિનેશ ભાઈ. આશિસ ભાઈ, જીગનીશા બેન, જિલ્લા પંચાયત સદસ્ય. ભાવના બેન. તાલુકા પંચાયત સદસ્ય. અસ્મા બેન, માજી તાલુકા સદસ્ય અબ્દુલ મામાં, ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મકબુલ ભાઈ અભલી, સામાજિક અગ્રણી નાસિર સાહેબ લોટીયા, સરપંચ મંગા ભાઈ, ડેપ્યુટી સરપંચ સફ્વાન ભુતા, ગામ પંચાયત ના તમામ સભ્યો. તથા વાલી મિત્રો ની હાજરી માં આ સુંદર મકાન નાના ભૂલકાઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. અત્યાર સુધી 15 વર્ષ થી ભાડા ના મકાન માં આ કેન્દ્ર ચલાવતા હતા.
આ આંગણવાડીની ફરતે બનાવેલી દીવાલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ટંકારીઆ બ્રાન્ચના સહયોગથી બનાવવામાં આવેલી છે.

TANKARIA WEATHER