ટંકારીઆ તથા પંથકમાં ઈદ-ઉલ-અઝહાની ઉજવણી કરવામાં આવી

આજરોજ તારીખ ૨૮ મે ૨૦૨૬ ને ગુરુવારના રોજ સમગ્ર ભારતમાં ઈદ-ઉલ-અઝહાની ઉજવણી કરાઈ હતી. ટંકારીઆ અને પંથકમાં પણ ઈદ-ઉલ-અઝહાની ઉજવણી ભારે ઉત્સાહ સાથે કરવામાં આવી હતી.
સવારે ૭ વાગ્યે મુસ્લિમ બિરાદરો ઈદની નમાજ માટે વિવિધ મસ્જિદોમાં ભેગા થયા હતા અને ઈદની નમાજ બાદ તમામ બિરાદરો ગળે મળી ઈદની મુબારકબાદી આપતા નજરે પડ્યા હતા. મસ્જિદના ઇમામોએ સમગ્ર માનવજાતની ભલાઇઓની દુઆઓ ગુજારી હતી. આમ એકદમ સોહાર્દપૂર્ણ વાતાવરણમાં ઈદની ઉજવણી કરવામાં આવી હતી.

Today, on Thursday, 28 May 2026, Eid-ul-Azha was celebrated across India. Eid-ul-Azha was also celebrated with great enthusiasm in Tankaria and the surrounding region.Today, on Thursday, 28 May 2026, Eid-ul-Azha was celebrated across India. Eid-ul-Azha was also celebrated with great enthusiasm in Tankaria and the surrounding region.

At 7 a.m., Muslim brothers gathered in various mosques for the Eid prayers, and after the prayers, all the brothers were seen embracing each other and exchanging Eid greetings. The imams of the masjids offered prayers for the well-being of all humanity. Thus, Eid was celebrated in a very cordial atmosphere.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*