1 … 86 87 88 89 90 … 429

૭૫માં પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે ટંકારીઆ ગામમાં ભવ્ય મુશાયરાનું આયોજન ઝાકીરહુસૈન ઇસ્માઇલ ઉમટા [માજી સરપંચશ્રી ટંકારીઆ] તથા ‘ટંકારીઆ યુવા કમિટી’ દ્વારા તારીખ ૨૬ જાન્યુઆરી ૨૦૨૪ ને શુક્રવારના રોજ રાત્રે ૯ વાગ્યે ટંકારીઆ સ્પોર્ટસ ક્લબ ગ્રાઉન્ડ (ખળી ગ્રાઉન્ડ) પર કરવામાં આવ્યું છે. આ ભવ્ય મુશાયરામાં ખ્યાતનામ કવિઓ જેવાકે ડૉ.રઈશ મનીઆર (સુરત), હર્ષવી પટેલ (બીલીમોરા), પ્રેમી દયાદરવી (યુ.કે), સૈયદ શકીલ ‘ઈનશા જન્નતી (સુરત), ઈમ્તિયાઝભાઈ વરેડિયાવાલા ઉર્ફે ‘ટંકારવી’(યુ.કે), ઈમ્તિયાઝ મોદી ‘મુસવ્વિર’, સાહિદ પ્રેમી (યુ.કે), અદમ ટંકારવી (યુ.કે), અઝીઝ ટંકારવી, ઈકબાલ ઉઘરાદાર (ટંકારીઆ), દર્દ ટંકારવી, યકીન ટંકારવી ઉપસ્થિત રહેશે. તો આપ તમામ સાહિત્યપ્રેમીઓને આ મુશાયરામાં પધારવા ભાવભીનું નિમંત્રણ આપવામાં આવે છે.

નોંધ: ઠંડીની મોસમ હોવાથી ગરમ વસ્ત્રો પહેરીને આવશો. પ્રોગ્રામ સમયસર શરૂ થઈ જશે. 

Discussion

No comments yet.

મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહ ટંકારીયાના મોઅઝઝીન સાહબ નામે હબીબભાઇ ઇસ્માઇલ ડાહ્યા કે જેમને ગુઠણના ભાગે ઢાંકણી બદલવાનું ઓપરેશન આપ સખીદાતાઓની આર્થિક મદદથી અને આપની ભલી દુઆઓથી સફળતાપૂર્વક સંપન્ન થઇ ગયું છે. અલહમદુલીલ્લાહ….. અને તેઓને ગતરોજ સાંજે હોસ્પિટલ માંથી રજા આપતા તેઓ સહી સલામત તેમના ઘરે આવી ગયા છે.
હવે આપણે એમના ઓપરેશન માટે સખીદાતાઓ પાસેથી કુલ રકમ ૧,૭૫,૦૦૦/- જેટલી કલેક્ટ કરી હતી. જેમાંથી તેમના ઓપરેશન ઉપરાંત દવા તથા રુમભાડું ઇત્યાદિ મળી હોસ્પિટલનું કુલ બિલ રૂપિયા ૧,૪૭,૦૦૦/- જેટલું થયું હતું. જયારે બિલની ફાઇનલ ચુકવણી કરવા માજી સરપંચ ઝાકીરભાઈ ઉમતા, મુસ્તાક દૌલા અને યુનુસ ગણપતિ હોસ્પિટલમાં ગયા ત્યારે મર્હુમ અહમદભાઈ પટેલના પુત્ર ફૈઝલ પટેલ સાથે અમારી સાહજિક મુલાકાત થતા અમોએ એમને આ મોઅઝઝીન સાહબની પરિસ્થિતિ વિશે સવિસ્તાર માહિતગાર કરતા ફૈઝલ પટેલે રૂપિયા ૧૫,૦૦૦/- કુલ બિલ માંથી માફી કરી આપતા કુલ બિલ માંથી રૂપિયા ૧૫,૦૦૦/- બાદ કરતા ૧,૩૨,૦૦૦/- નું ચુકવણું કરવામાં આવ્યું. હવે બાકી પડેલી રકમ રૂ. ૪૩,૦૦૦/- અમારી પાસે જમા છે અને એમને દર અઠવાડીએ હોસ્પિટલમાં લઇ જવા માટે જે ખર્ચ થશે તે આ રકમ માંથી આપીશું. અને ત્યારબાદ રકમ વધશે તો તેની જાણ અમો આ માધ્યમ થકી તમામને કરીશું. ઇન્શા અલ્લાહ….. અમો આ થકી ફૈઝલ અહમદ પટેલનો દિલી આભાર વ્યક્ત કરીએ છે.
અંતમાં મોઅઝઝીન સાહબ હબીબભાઇ ઇસ્માઇલ ડાહ્યાએ આપ તમામનો ખુબ ખુબ આભાર વ્યકત કર્યો છે. અને તેઓએ તેમની દુઆઓમાં આપ દરેકનો ઝિક્ર કરી તમામ માટે ભલી દુઆઓ કરી છે.

Discussion

No comments yet.

યોગ્ય જીવન જીવો અને અલ્લાહની રહમતનાં ઉમેદવાર રહો. :  મોં. ઇબ્રાહિમ  દેવલા

ભરૂચ તાલુકાના ટંકારીઆ ખાતે તબ્લીગી જમાઅતનો ત્રણ દિવસીય વાર્ષિક ઈજતેમાં ટંકારીઆ ગામની ભાગોળે ભરૂચ તરફ જવાના રસ્તા પર યોજાયો હતો. તારીખ ૮/૧/૨૪ ને સોમવારથી શરુ થયેલ ત્રિ-દિવસીય આ ઈજતેમાં આજરોજ બપોરે આખરી દુઆ સાથે સંપન્ન થયો હતો. આ વાર્ષિક ઈજતેમાંમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. જેમાં મુખ્યત્વે મોં. ઇબ્રાહિમ  દેવલા, મોં. ઇસ્માઇલ ગોધરા, ફરીદ એહમદ સાહેબ, અહમદ હુશેન સાહબ, અબ્દુલ સમદ સાહબ, ઉસ્માન સાહબ, યાસીન અહમદ સાહબ સહીત ભરૂચ જિલ્લાના ટોચના ઉલેમાએ કિરામ હાજર રહી દીની પ્રવચનો આપ્યા હતા.

આ ઈજતેમાં માં ઉલેમાએ કિરામ દ્વારા સમાજ સુધારણાની વાતોને મહત્વ આપી જણાવ્યું હતું કે, આપણા સમાજમાં જે કુ-રિવાજો છે તેને સદંતર નાબૂદ કરવા પડશે અને સમાજમાં સુધાર લાવવાનું આહવાન કરવામાં આવ્યું હતું. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, અલ્લાહે સમગ્ર બ્રહ્માંડ અને તેમાંની દરેક ચીજવસ્તુઓ ફકત માનવજાત માટે બનાવી છે અને માનવજાતને અલ્લાહની બંદગી માટે બનાવી છે. સમસ્ત માનવજાતે પોતાની જાતને અલ્લાહને રાજી કરનારા કામોમાં લગાડે.

સારી રીતે જીવન જીવવાનો તરીકો એ જ છે કે, અલ્લાહ પર ઈમાન અને શ્રદ્ધા સાથે સાચી રીતે ઈબાદત કરવી અને લોકો માટે ફાયદાકારક બનવું. જયારે ઇન્સાન ઈમાનદારી અને દીનદારીને અપનાવે છે ત્યારે જિંદગીની તમામ સમસ્યાઓ દૂર થઇ જાય છે. એટલે દરેક વ્યક્તિ મક્કમતાથી નિર્ણય કરી લે કે, મારે મારી જાતને દીનદાર અને ઈમાનદાર બનાવવી છે.

ત્યાર બાદ ઉલેમાઓએ આ ઈજતેમાં યોજવાનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં સુધારણા લાવવાનો, કુ – રિવાજોને તિલાંજલિ અપાવવાનો અને આજની યુવા પેઢી કે જે નશા તરફ જઈ રહી છે તેને નશા મુક્ત બનાવવાનો અને સમાજમાં ફેલાયેલા દૂષણોથી લોકોને જાગૃત કરવાના પ્રેરણાદાયી પ્રયાસ સાથે આ ઈજતેમાંનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલેમાઓએ તેમની સજળ આંખોએ આપેલા બયાનોમાં માતા-પિતાની ઈજ્જત અને સેવાચાકરી કરવી, પડોસીઓ સાથે સદવર્તન કરવાની તથા દિવસમાં પાંચ ટાઈમની નમાજ સમય પર પઢવાની સલાહો આપવામાં આવી હતી. આ ઈજતેમાંમાં સામુહિક નિકાહ ની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી જેમાં આશરે ૭૦ યુગલો નિકાહના પવિત્ર  બંધનથી બંધાયા હતા. ઈજ્જતેમાંના અંતિમ દિવસે મૌલાના ઇબ્રાહિમ દેવલા સાહેબે અમન, શાંતિ અને ગુનાહોની માફી માટે દુઆ કરી હતી. 

આ સમગ્ર કાર્યક્રમ   મસ્જિદ એ જમિયતુલ મુસ્લિમીન ટ્રસ્ટ કમિટી ટંકારીઆના  જીમ્મેદારો તેમજ ટંકારીઆ તથા પંથકના નવયુવાનોએ ભારે મહેનત સાથે સફળ બનાવ્યો હતો.

Discussion

  • Hussain on Wednesday 10 January 2024

    Proud Tankarvi ❤

કડાકાભેર ઠંડી અને વિદેશથી પધારેલા આપણા એન.આર.આઈ. મિત્રો સાથે ગતરોજ   સમી સાંજે થોડી હળવી પળો માણવા માટેનું આયોજન આપણા માજી સરપંચ ઝાકીરભાઈ ઉમતા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં www.mytankaria.com ના એડમિનિસ્ટ્રેટર શકીલ અબ્દુલ્લાહ ભા ઉપરાંત મોહમ્મદસાહિદ દાઉદસાહેબ દેંગમાસ્ટર, અનીશ અલલીસાહેબ દેંગમાસ્ટર, ઉપરાંત બહારગામના વિદેશથી પધારેલા મહેમાનો ઉપરાંત અબ્દુલ્લાહ સાહેબ ભા, ગુલામસાહેબ ઉમરજી ઇપલી, મુસ્તાક દૌલા, સાજીદ લાર્યા, સમદ એન્ડ ફારૂક ખાંધિયા, ડો. સાકીર અબ્દુલ્લાહ ભા, ડો. સોયેબ દાઉદસાહેબ દેંગમાસ્ટર વિગેરે હાજર રહી હળવી પળોની મજા માણી હતી.

 

Discussion

No comments yet.

ગ્રેટ ટંકારીઆની કુમારશાળાના શિક્ષકગણનો સને ૧૯૮૭ ની સાલનો સામુહિક યાદગાર ફોટો આપણી સમક્ષ મુકતા હર્ષ અનુભવીએ છીએ. અમને મળેલી માહિતી અનુસાર તેમની ઓળખાણ કરાવવાની કોશિશ કરીએ છીએ.
નીચે બેઠેલા ડાબી બાજુથી જેબુનબેન બાપુજી સાથે મદીનાબેન બંગલાવાલા સાથે ઝુબેદાબેન ફરત.
વચ્ચે ખુરસીઓ પર બેઠેલામાં ડાબેથી સૂબાસાહેબ દેવરામ, અલ્લી સાહેબ દેગ, ખોડા ઇસ્માઇલ સાહેબ, કબીર સાહેબ, ઇસ્માઇલ સાહેબ સાપા અને ઇબ્રાહિમ સાહેબ લાર્યા.
ઊભેલાઓમાં ડાબેથી જેબુન દેગ [અનીશ દેગના માતા], ઝુબેદાબહેન કડા, ઝુબેદાબેન સાપા, મહેમુદાબેન દેગ, આયેશાબેન મનમન, રાબીયાબેન ભા, ઝુબેદાબેન બાબરીયા અને આયેશાબેન ડાહ્યા.
આમાંથી જેઓનો ઈનતેકાલ થઇ ગયો છે તેમની અલ્લાહ પાક મગફિરત ફરમાવે. અને જેઓ હયાત છે તેમની ઉંમરમાં અલ્લાહ પાક બરકત અતા કરી તેમને તંદુરસ્તી અર્પે. આમીન….

Discussion

No comments yet.

આપણા ગામના પાદરવાળી મસ્જિદ મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહના મોઅઝઝીન હાફેઝ હબીબ ઇસ્માઇલ ડાહ્યા કે જેઓને પગની ઘૂંટીઓ [જોઈન્ટ] એકદમ ખલાસ થઇ ગયા છે. અને તેમને તાત્કાલિક ધોરણે ઘૂંટી બદલવાની પ્રક્રિયા કરવા માટે એટલે કે ઓપરેશન કરવા માટેની ડોક્ટરોએ સલાહ આપેલી છે. મોઅઝઝીન સાહબ આર્થિક રીતે અતિશય નબળી પરિસ્થિતિમાં હોય તેમને એક ઘૂંટી બદલવાનો ખર્ચ આશરે ૧,૭૦,૦૦૦/- [એક લાખ સીત્તેર હજાર રૂપિયાની] જરૂરત છે. આમાં એક ઘૂંટી નું ઓપરેશન તથા દવા અને બીજો તમામ ખર્ચ આવી જશે. તો અમો આ થકી આપને મદદ મોકલવા અપીલ કરીએ છીએ. આ મદદની કોઈ પણ પ્રકારની રકમ સ્વીકાર્ય છે. આપની મદદ મોકલવા માટે આપ નીચે જણાવેલ વ્યક્તિઓનો સંપર્ક કરી મદદ મોકલાવી શકો છો.
૧. યુનુસ ગણપતિ : ૯૮૨૪૧૮૩૯૧૪.
૨. મુસ્તાક સુલેમાન દૌલા : ૯૯૯૮૨૬૯૫૩૯.

હો મેરા કામ ગરીબોકી હિમાયત કરના દર્દમંદોસે ઝઈફોં સે મહોબ્બત કરના….

Hafeez Habib Ismail Dahya, Moazzin of our village padarwali mosque, who has completely exhausted ankle [joint]. And they have been advised by the doctors to undergo immediate ankle replacement procedure i.e. surgery.  Moazzin Sahab is in a very poor financial situation and needs about 1,70,000/- [One Lakh Seventy Thousand Rupees] to replace one ankle. In that amount an ankle operation and medicine and all other expenses will come. So we hereby appeal to you to send help. Any amount of this help is acceptable. To send your help you can contact the below mentioned persons and send help.

  1. Yunus Ganapathy : 9824183914.

  2. Mustaq Sulaiman Daula : 9998269539.

Discussion

No comments yet.

1 … 86 87 88 89 90 … 429