૧૯૮૭ ની યાદ

ગ્રેટ ટંકારીઆની કુમારશાળાના શિક્ષકગણનો સને ૧૯૮૭ ની સાલનો સામુહિક યાદગાર ફોટો આપણી સમક્ષ મુકતા હર્ષ અનુભવીએ છીએ. અમને મળેલી માહિતી અનુસાર તેમની ઓળખાણ કરાવવાની કોશિશ કરીએ છીએ.
નીચે બેઠેલા ડાબી બાજુથી જેબુનબેન બાપુજી સાથે મદીનાબેન બંગલાવાલા સાથે ઝુબેદાબેન ફરત.
વચ્ચે ખુરસીઓ પર બેઠેલામાં ડાબેથી સૂબાસાહેબ દેવરામ, અલ્લી સાહેબ દેગ, ખોડા ઇસ્માઇલ સાહેબ, કબીર સાહેબ, ઇસ્માઇલ સાહેબ સાપા અને ઇબ્રાહિમ સાહેબ લાર્યા.
ઊભેલાઓમાં ડાબેથી જેબુન દેગ [અનીશ દેગના માતા], ઝુબેદાબહેન કડા, ઝુબેદાબેન સાપા, મહેમુદાબેન દેગ, આયેશાબેન મનમન, રાબીયાબેન ભા, ઝુબેદાબેન બાબરીયા અને આયેશાબેન ડાહ્યા.
આમાંથી જેઓનો ઈનતેકાલ થઇ ગયો છે તેમની અલ્લાહ પાક મગફિરત ફરમાવે. અને જેઓ હયાત છે તેમની ઉંમરમાં અલ્લાહ પાક બરકત અતા કરી તેમને તંદુરસ્તી અર્પે. આમીન….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*