કેન્દ્ર સરકારના મુસ્લિમ પર્સનલ લૉ ના હસ્તક્ષેપના વિરોધમાં મુસ્લિમ સંપ્રદાયના લોકોમાં પ્રચંડ રોષ ભભૂકી ઉઠયો છે. દેશભરમાં મુસ્લિમ સંસ્થાઓ દ્ધારા સરકારના મુસ્લિમ પર્સનલ લૉ માં દખલગીરીના વિરોધમાં રેલીઓ , ધરણા-પ્રદર્શન યોજી વિરોધ વ્યકત કરાઇ રહ્યો છે. જેના પડઘા ભરૂચ જિલ્લાના મુસ્લિમ બહુમતિ ધરાવતા ભરૂચ સહિત પાલેજ પંથકના ગામોમાં પણ પડી રહ્યા છે.

જે અંતર્ગત ગતરોજ રાત્રે ભરૂચ તાલુકાના પારખેત ગામમાં મુસલમાનાને પારખેતના ઉપક્રમે શરિયત બચાવ અધિવેશન યોજાયું હતું. જેમાં મુખ્ય વકતા દારૂલ ઉલુમ તારાપુરના તબ્લીગ માસિકના તંત્રી મૌલાના લુકમાન તારાપુરીએ પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે મુસ્લિમ પર્સનલ લૉ માં ફેરફાર કરવાનો અધિકાર જયારે મુસલમાનોને નથી તો સરકાર કેવી રીતે બદલી શકવાની છે ? અા દેશનું જયારે બંધારણ બનાવવામાં અાવ્યું ત્યારે દરેક ધર્મને બંધારણે અધિકારો અાપેલા છે. મુસ્લિમ પર્સનલ લૉ એ મુસ્લિમોની ધાર્મિક અાસ્થાનો વિષય છે.

ઇસ્લામ ધર્મએ મહિલાઓને જે અધિકારો અાપેલા છે તેની તુલના વિશ્વમાં કયાંય થઇ શકે એમ નથી. ઇસ્લામ એક શાંતિપ્રિય ધર્મ છે. અાજે સરકાર દ્ધારા બેટી બચાવો, બેટી પઢાવોનો સંદેશ અાપવામાં અાવી રહ્યો છે એ સંદેશ ઇસ્લામ ધર્મએ સદીઓ પહેલા અાપ્યો હતો. મુસ્લિમ પર્સનલ લૉ બાબતે મુસ્લિમ મહિલાઓ ખુશ છે. એમાં કોઇપણ ફેરફાર ઇચ્છતી નથી.

ઇસ્લામ ધર્મએ અાપેલા અમનનો સંદેશો ઘેર ઘેર પહોંચાડવા પર ખાસ ભાર મુકયો હતો. અા દેશમાં દરેક જ્ઞાતિના લોકો અરસપરસ પ્રેમભાવથી રહે છે. સમગ્ર દેશવાસીઓનું દિલ ખુબ વિશાળ છે. દેશમાં શાંતિ હશે તો જ અખંડ ભારતનું નિર્માણ થઇ શકશે. ભાઇચારાનો સંદેશ દેશમાં ફેલાઇ એ જ અાજના સમયનો તકાજો છે.

દરેક ધર્મના ધર્મગુરૂઓએ દેશમાં ફરી શાંતિનો સંદેશો ફેલાવવાની જરૂર છે. શરિયત બચાવ અધિવેશનમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સંપ્રદાયના લોકો ઉમટી પડયા હતા.

પારખેત ખાતે યોજાયેલા શરિયત બચાવ અધિવેશનમાં ઉમટેલા મુસ્લિમ સમુદાયના લોકો તસવીરમાં નજરે પડી રહ્યા છે.

20161103_203615 20161103_211946-1 20161103_215606

ભારતીય નાગરિકત્વ ધારા સુધારો નું બિલ લાવવા કેન્દ્ર સરકારે તૈયારી કરી છે ત્યારે ભરૂચ જિલ્લાના ટંકારીઆ ગમે તેનો પ્રચંડ વિરોધ નોંધાવી સહી ઝુંબેશ જુમા ની નમાજ બાદ ગામની તમામ મસ્જિદો માં આદરી હતી.
આ બિલ ના વિરોધમાં ગામના સમગ્ર લોકો ફીરકા, મસ્લક, અને વાળા બંધી દૂર હડસેલીને મોટી સંખ્યામાં લોકો એ વિરોધ ના સૂરમાં સહી ઓ કરી હતી.

img-20161028-wa0007 img-20161028-wa0008 img-20161028-wa0009 img-20161028-wa0010 img-20161028-wa0011 img-20161028-wa0012 img-20161028-wa0014 img-20161028-wa0015 img-20161028-wa0016 img-20161028-wa0017 img-20161028-wa0018 img-20161028-wa0019 img-20161028-wa0020 img-20161028-wa0021 img-20161028-wa0022 img-20161028-wa0023

ટંકારીઆ મિશન સ્કૂલ માં રચનાત્મક કાર્ય અંતર્ગત નાત શરીફ તથા સાયન્સ ફેર તથા ફન ફેર નું આયોજન કરવામાં આવ્યું હતું.
મહોર્રમ માસ માં હઝરત ઇમામ હુસૈન ર. અ. ની શાન માં નાત શરીફ કોમ્પિટશન નું આયોજન મોહદ્દીસે આઝમ મિશન સ્કૂલ ટંકારીઆ માં કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય વિજેતાઓને પ્રોત્સાહન ઇનામો પણ આપવામાં આવ્યા હતા. તથા બાળકો ને વિજ્ઞાન પ્રત્યે રુચિ જાગે તે માટે એક સાયન્સ ફેર નું આયોજન પણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી ઓ ભણતર ની સાથે ગમ્મત પણ કરે તે હેતુસર ફન ફેર નું આયોજન પણ મોહદ્દીસે આઝમ મિશન સ્કૂલ ટંકારીઆ દ્વારા કરવામાં આવ્યું હતું. ખરેખર આવા પ્રસંસનીય તથા રચનાત્મક કર્યો બદલ આ થકી મોહદ્દીસે આઝમ મિશન સ્કૂલ ટંકારીઆ ને અભિનંદન પાઠવીએ છીએ.

cimg0001 cimg0002 cimg0004 cimg0005 cimg0007 cimg0008