ZUBEDABEN MUSABHAI DEG (ZHAGADIAWALA) (MOTHER OF SIDDIQSAHEB DEG) PASSED AWAY…INNA LILLAHE WAINNA ILAYHE RAJEUN. MAY ALLAH (SWT) GRANT HER A PLACE IN JANNATUL FIRDAUSH. AMIN.

અસ્સલામો અલયકુમ…. હું મુસ્તાક લાગીયા હાલમાં ઇખર ખાતે કોવિદ સેન્ટરમાં દાખલ છું મારી તબિયત અલ્લાહના ફઝલો કરમથી બહુ સારી છે. પરંતુ મારી એક નમ્ર ગુજારીશ છે કે અગર તમોને શરદી, ખાંસી કે તાવના લક્ષણો જણાય તો મહેરબાની કરી માસ્ક પહેરજો, સોસીયલ ડિસ્ટન્સ જાળવી રાખજો અને તમે નિયમિત નમાજ પઢતા હોય અને આ લક્ષણો જણાય તો તમારી દરેક નમાજ ઘરે જ અદા કરશો કે જેનાથી બીજા કોઈ ભાઈ સંક્રમિત ના થાય. તમામ ભાઈઓ ને વિનંતી કે મારી તંદુરસ્તી માટે અલ્લાહની બારગાહમાં ખાસ દુઆ ફરમાવશો.

A message from Mushtaq Lagiya who is admitted to the Ikhar Covid hospital Assalamo Alaikum …. I am Mushtaq Lagiya currently admitted to Kovid Center at Ikhar. But my humble request is that if you notice any symptoms of cold, cough or fever, please wear a mask, maintain social distance and if you are praying namaj regularly and if you notice these symptoms, then offer every one of your prayers at home from which any other brother will not infected. I request all the brothers to offer special prayers in the court of Allah for my health.

આજરોજ સુથાર સ્ટ્રીટ ના ઉપરના ભાગે એટલેકે લાલન રુસ્તમભાઇ વાળા ફળિયામાં બ્લોક પેવિંગ નું કામ શરુ થઇ ગયું છે. તમામ ફળિયાના મેમ્બરોએ હાલના કાર્યકારી સરપંચ શ્રીમતી મુમતાઝબેન ઉસ્માન લાલન તથા પંચાયતના સભ્યોનો આભાર માન્યો હતો. આ પ્રસંગે અબ્દુલ્લાહ કામથી પણ ઉપસ્થિત રહ્યા હતા.

HAJIYANI SALMABEN HAJI ISMAIL MANMAN [SISTER OF HABIBURREHMAN BHUTA] PASSED AWAY…….. INNA LILLAHE WAINNA ILAYHE RAJEUN. NAMAJ E JANAJA WILL HELD AT HASHAMSHAH [RA] GRAVEYARD AFTER ZUHAR PRAYER. MAY ALLAH [SWT] GRANT HER THE BEST PLACE IN JANNATUL FIRDUSH. AMEEN.

હાલમાં સંવત કેલેન્ડરનો ભાદરવો માસ ચાલી રહ્યો છે. કહેવાય છે કે ભાદરવો વરસાદથી ભરપૂર હોય છે સાથે સાથે આંત્ર – ચિત્રા નો તાપ પણ આકરો હોય છે. કહેવાય છે કે આ તાપ પડવાથી ખેડૂતોનો વાવણી કરેલો પાક જમીનમાં મજબૂતી પકડે છે. ખેડૂતોના જણાવ્યા મુજબ આ તાપ એટલો અસહ્ય હોય છે કે બપોરે જયારે ખેડૂત તેમના બળદોને લઈને ઘરે પાછા ફરે છે ત્યારે બળદોના મોઢા માંથી પણ ફીણ નીકળી જાય છે. જે પરિસ્થિતિમાંથી હાલ પસાર થઇ રહ્યા છે. અસહ્ય તાપ ને લઈને લોકો મૂંઝવણ અનુભવી રહ્યા છે.

The scorching heat of Bhadarwa is at its peak and Bhadarwa Month of the Savvat calendar is currently underway. It is said that Bhadarvo is full of rain as well as the heat of the intestinal tract. It is said by farmers that due to this heat, the crops sown by the farmers get stronger in the soil. According to the farmers, the heat is so unbearable that when the farmer returns home with his oxen in the afternoon, foam comes out of the oxen’s mouth. Who are currently going through the situation. People are confused about the unbearable heat.

ગુજરાત રાજ્યના “બેસ્ટ શિક્ષક ૨૦૨૦ પારિતોષિક” વિતરણ સમારંભ આજરોજ નર્મદા હોલ, સ્વામિનારાયણ સંકુલ, સચિવાલય-૧, ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં આપણા ટંકારીઆ ગામના સુડી તાલુકા આમોદ ની પ્રાથમિક શાળાના શિક્ષક મહમદરફીક ઇબ્રાહિમ અભલી ની બેસ્ટ શિક્ષક ૨૦૨૦ તરીકે વરણી થઇ હતી. તેઓને પણ પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો. આ પારિતોષિક વિતરણ સમારંભમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવદત્ત, મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી વિભંવરીબેન દવે, રાજ્યના શિક્ષણ સચિવ સચિવ ડો. વિનોદ રાવ, અગ્ર સચિવ અંજુ શર્મા ઉપસ્થિત રહ્યા હતા.

Tankaria’s Pride

Gujarat State’s “Best Teacher 2020 Award” Distribution Ceremony was held today at Narmada Hall, Swaminarayan Sankul, Sachivalaya-1, Gandhinagar. In which MohmedRafik Ibrahim Abhli, a primary school teacher of Sudi, Taluka Amod, of our Tankaria village who was selected as the best teacher of 2020 was also awarded prizes. The award ceremony was attended by the Governor of Gujarat Shri Acharya Devdutt, Chief Minister Shri Vijay Rupani, Education Minister Bhupendrasinh Chudasama, Minister of State for Education Vibhanvariben Dave, Secretary of State for Education Dr Vinod Rao, and Front Secretary Anju Sharma.

HAJIYANI MASABIBI HAJI YAKUB UGHRADAR [BHUTA] [MOTHER OF USMAN BHUTA] PASSED AWAY……. INNA LILLAHE WAINNA ILAYHE RAJEUN. NAMAJ E JANAJA WILL HELD AT HASHAMSHAH [RA] GRAVEYARD AFTER ASR PRAYER. MAY ALLAH [SWT] GRANT HER THE BEST PLACE IN JANNATUL FIRDAUSH. AMEEEN.