ટંકારીઆ ની સીમમાં સીતપોણ ગામ તરફ આરામ ફરમાવી રહેલા પીર તાજુદ્દીનબાબા ઉર્ફે પીર પોપટ [રહ] નો સંદલ નો પ્રોગ્રામ આજે અસર ની નમાજ બાદ સુથાર સ્ટ્રીટના નવયુવાનો દ્વારા યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં અકીદતમંદોએ હાજરી આપી હતી. ત્યારબાદ સામુહિક લંગર ની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

Discussion

No comments yet.

આપણું ગામ …………….. કે જેને  એક સમયે શિક્ષકોના ગામ તારીખે ખ્યાતિ મેળવી ચૂક્યું હતું. આજના સમયમાં ડોક્ટરોના ગામ તરીકે વિખ્યાત થયું છે. જે સંદર્ભે આપણા ગામના અલ્તાફ ઇસ્માઇલ તલાટી  [લાર્યાં] / ફરઝાના અલ્તાફ તલાટી  [લાર્યાં] ની સુપુત્રી નામે સના તલાટી  [લાર્યાં] એ હાલમાંજ જી. એમ ઈ આર એસ મેડિકલ કોલેજ વલસાડમાંથી   એમ.બી.બી.એસ. ની ડિગ્રી પરિપૂર્ણ કરી ડોક્ટર બની ગઈ છે. તલાટી  [લાર્યાં] ફેમિલીને ખુબ ખુબ અભિનંદન. અત્રે યાદ અપાવવું જરૂરી છે કે આ ડોક્ટર સના તલાટી  [લાર્યાં]  પ્રાથમિક શાળા થી લઈને એમ.બી.બી.એસ. ની ડિગ્રી સુધી ઈંગ્લીશ મીડીયમ માંજ અભ્યાસ કર્યો હતો.

Discussion

  • Mustakahmad Morli on Thursday 24 March 2022

    Congratulations

  • MohmedRafik Abhli on Thursday 24 March 2022

    Congratulations to SANA and all Family.

  • Nasirhusen Lotiya on Friday 25 March 2022

    આ સિદ્ધિ બદલ સના અલ્તાફ તલાટી (લાર્યા) અને પરિવારના તમામ સભ્યોને અભિનંદન. "ટંકારીઆ શિક્ષકોનું ગામ" તરીકે ઓળખાતું હતું હવે "ટંકારીઆ ડૉક્ટરોનું ગામ" તરીકે ઓળખાય છે. ગામના શિક્ષકો અને ડૉક્ટરોએ ટંકારીઆનું નામ દેશ-વિદેશમાં રોશન કર્યું છે. ટંકારીઆના લોકોને આપની એ મહાન સિદ્ધિઓ, અને સમાજને આપેલ અમૂલ્ય સેવાઓ માટે ગર્વની લાગણી છે. દુઆ છે અલ્લાહ તઆલા આ ગામ અને સમાજને સ્વાવલંબી બનાવે અને ગામના લોકોની વિકાસયાત્રા અને અમૂલ્ય સેવાઓ ગામ અને સમાજને અવિરત મળતી રહે. સૌને અભિનંદન.

  • Mo.Rafik Sitponwala on Friday 25 March 2022

    Allah taa'la hazu vadhare duniya-aakhirat ni tarkkiyat thi mala mal farmave.

  • Gulammohyuddin Sheth on Saturday 16 April 2022

    Mashallah ! Very well done Sana Talati (Larya) !Many Many congratulations to you & parents ! Altaf & Farzana ! We are proud of you ! Tankaria was known as a Town of Teachers & Now it is known as a Town of Doctors,Engineers,aswel ! Alhamdulillah !All these are the Duas of community & Blessings of Allah !We wish you a Bright & successful future !

ગ્રીષ્મ ઋતુ ની શરૂઆત થઇ ગઈ છે. ગરમી નું પ્રમાણ ધીરે ધીરે વધવા માંડ્યું છે તે અરસામાં આજે સવારથીજ વાતાવરણમાં ઓચિંતો પલટો દેખાઈ રહ્યો છે. સવારથીજ સૂરજદાદા ગાયબ થઇ જઈ વાદળિયાં વાતાવરણ નું સર્જન થયું છે. એમ લાગી રહ્યું છે કે જાણે ચોમાસાની સવાર પડી છે. વાહ રે કુદરત…….. તારો ખેલ નિરાલો છે.

Summer has begun. At a time when the temperature is slowly rising, there is a sudden change in the atmosphere this morning. With the disappearance of Surajdada in the morning, a cloudy atmosphere has been created. It looks like a monsoon morning.

Discussion

No comments yet.

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે મુખ્ય બજારમાં આવેલી કપડાંની દુકાનમાં એકાએક શોર્ટ સર્કિટને કારણે આગ ફાટી નીકળતા લાખો રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે.
બનાવ ની વિગત એવી છે કે, ટંકારીઆ ગામે બજારમાં ઈમ્તિયાઝ ઉમરજી બોખા કપડાંની દુકાન ધરાવે છે, તેમાં આજરોજ બપોરે ૧૨ વાગ્યાના સમયે શોર્ટ સર્કિટ થતા આખી દુકાન બળીને ખાક થઇ જવા પામી છે. જેને પગલે લાખો રૂપિયાનું કાપડ તથા ફર્નિચર બળી જવા પામ્યું છે. સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી.
આમ ઓચિંતી આગ લાગતાં ગામના નવયુવાનો એકત્ર થઇ ભારે પાણીનો મારો કરી તથા ભારે જહેમત ઉઠાવી આગને ઓલવી નાંખી હતી. પરંતુ દુકાનમાં રહેલું કાપડ અને ફર્નિચર બળીને ખાક થઇ જવા પામ્યું હતું.

Discussion

No comments yet.

ZUBEDABEN ISMAIL DADUBHIKHA [MOTHER OF AZZU DADUBHIKHA] passed away…………. Inna Lillahe Wainna Ilayhe Rajeun. May ALLAH [SWT] grant her the best place in Jannatul firdaush.

SUFIYA ISMAIL GHODIIWALA [MOTHER OF HANIFBHAI S.T. DRIVER] passed away…………. Inna Lillahe Wainna Ilayhe Rajeun. May ALLAH [SWT] grant her the best place in Jannatul firdaush.

Discussion

No comments yet.


ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે અંજુમન સાર્વજનિક દવાખાના તથા આઁફિયત બ્લડ ડોનેશન ભરૂચ તરફથી રેડક્રોસ બ્લડ બેન્ક ભરૂચના સહયોગથી રક્તદાન શિબિર કેમ્પનું આયોજન આજરોજ અંજુમન સાર્વજનિક દવાખાનામાં કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ટંકારીઆ ગામના નવયુવાનો ઉપરાંત, પારખેત, કહાન,સીતપોણ, નબીપુર, ભરૂચ, પગુથણ, કંબોલી વિગેરે ગામોના નવયુવાનોએ બ્લડ ડોનેશન કર્યું હતું. કુલ ૮૦ વ્યક્તિઓએ રક્તદાન કર્યું હતું.
આ પ્રસંગે અંજુમન દવાખાના ના સ્ટાફ ઉપરાંત સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામઠી, સરપંચ ઝાકીર ઉમતા, ઉસ્માન લાલન, મુસ્તુફા ખોડા, મૌલાના લુકમાન ભુતા, તાલુકા પંચાયત સદસ્ય અબ્દુલ્લાહ ટેલર તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા. હતા
.

Discussion

  • Soyeb Patel, Bharuch on Wednesday 23 March 2022

    Mashaallah bahot khub.

આજે શબે બરાત મગફેરત માંગવાની રાત, ગુનાહોથી તૌબા કરવાની રાત, ગતવર્ષે કોરોના ને લીધે શબેબરાત ની ઉજવણી ફિક્કી હતી પરંતુ અલ્લાહ ના ફઝલો કરમથી આ વર્ષે શબે બરાત ની ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવી રહી છે. આપણા નજીકના સગા વહાલાઓ, દોસ્ત, બિરાદરો, વડીલો, માં, બહેનો આપણી વચ્ચે નથી કે જેઓ ગત વર્ષે આપણી સાથે હતા. તેઓને વધારે પડતો કોરોના ભરખી ગયો હતો [અલ્લાહ ની મરજી]. અલ્લાહ તબારક વ તા’લા તમામ મરહુમોની મગફિરત ફરમાવે અને એમને જન્નત માં આલા મક્કમ અતા ફરમાવે. આમીન. આ થકી અમો આપને વિનંતી કરીએ છીએ કે આપ અમારા માટે પણ શબે બરાતની મુકદ્દસ રાત્રિમાં દુઆઓ ગુજારશો.

Discussion

No comments yet.