IBRAHIM DAUD DEDKA [Ex Postmaster] [Brother in law of Ismailsaheb Khunawala] passed away…….. Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj e janaja will held at Hashamshah [RA} graveyard after Zohar prayer. May ALLAH [SWT] grant him the best place in jannatul firdaush. Ameen.

Discussion

  • Nasirhusen Lotiya on Thursday 17 March 2022

    જનાબ ઇસ્માઇલ સાહેબ ખુણાવાલાનો સંદેશ.
    મારા બનેવી મરહૂમ ઈબ્રાહીમભાઈ દાઉદ માસ્તર દેડકાના દુઃખદ અવસાનના સમાચાર સાંભળી જે મિત્રો,સગાસંબંધિઓ,સ્નેહીજનો તેમજ શુભેચ્છકોએ અમને ટેલિફોન અને વોટ્સએપના માધ્યમ દ્વારા તેમજ રૂબરૂ મુલાકાત કરી અમને સહુ પરિવારજનોને આશ્વાસનના સંદેશાઓ પાઠવી અમારા પ્રત્યે જે દિલસોજી અને સહાનુભૂતિ પ્રદર્શિત કરી છે તે બદલ આપ સહુનો સહ્દયપૂર્વક આભાર માનીએ છીએ અને મર્હુમ માટે મગફિરત તેમજ અલ્લાહપાક જન્નતુલ ફિરદોસમાં આલાતરીન મુકામ અતા ફરમાવે એવી દુઆ કરવા આપ સહુને નમ્ર વિનંતી કરું છું.
    આપનો દુઆગો અને શુભેચ્છક,
    ઈસ્માઈલ સાહેબ ખુણાવાલા,લંડન.

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે આજે લીલી ઘાસ આચ્છાદિત બારીવાલા સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ પર ભરૂચ જિલ્લા લેજેન્ડ તથા ટંકારીઆ લેજેન્ડ [વેતરણ] ક્રિકેટરો વચ્ચે ૨૦-૨૦ ની ચેરીટેબલ મેચ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટંકારીઆ ગામના વયસ્ક ક્રિકેટરોએ તથા ભરૂચ જિલ્લાના વયસ્ક ક્રિકેટરોએ ભાગ લીધો હતો. આ મેચ ચેરીટેબલ મેચ હતી જેમાં નામી-અનામી લોકોએ દિલ ખોલીને ફાળો આપ્યો હતો અને મેચના અંતે આશરે ૪ લાખ રૂપિયા ફંડ જમા થયું હતું, સદર ફંડ ટંકારીઆ ગામની વિવિધ સંસ્થાઓને ડોનેશન તરીકે આપવામાં આવશે. આ મેચનું આયોજન અફઝલ ઘોડીવાલા તથા આરીફ બાપુજી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ મેચનું સંચાલન અબ્દુલભાઇ કામઠી દ્વારા કરવામાં આવ્યું હતું. આ મેચમાં અમ્પાયરિંગ ની ભૂમિકા મુસ્તાક દૌલા તથા નિઝામ માલજી એ ભજવી હતી.

Discussion

No comments yet.

ટંકારીઆ ગામના લીલીછમ લોન આચ્છાદિત બારીવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર એક ચેરિટી મેચનું આયોજન ટંકારીઆ લેજેન્ડ અને ભરૂચ જિલ્લા લેજેન્ડ વચ્ચે તારીખ ૬ માર્ચ ૨૦૨૨ ને રવિવારના રોજ કરવામાં આવ્યું છે. આ મેચમાં લાઈવ ચેરિટી કલેક્શન કરવામાં આવશે. અને ભેગી થયેલી રકમ જરૂરિયાતમંદોને પહોંચાડવામાં આવશે. તદુપરાંત આ મેચ નું જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે. તો આ મેચને નિહાળવાનું ચૂકશો નહિ.

Discussion

No comments yet.