1 2 3 1,017

અસ્સલામુ અલયકુમ
સલામ મસનૂન બાદ જણાવવાનું કે,
મદ્રસ-એ-મુસ્તુફાઈય્યાહ-ટંકારીઆ નો વાર્ષિક ઇનામી જલસો 3/5/2026 ના રોજ રાખવામાં આવેલ છે. જેમાં મદરસાના તલબાઓ ને ઇનામો નું વિતરણ કરવામાં આવે છે તો બાળકો ના ઇનામો માટે આપનાથી બનતી લીલ્લાહ મદદ કરી સવાબ ના હકદાર બનવા આપને નમ્ર અરજ તથા ગુજારીશ છે. આ નેક કામ માં હિસ્સેદાર બની સવાબે દારૈન હાસિલ કરશો. 

આપ આપણી રકમ નીચે દર્શાવેલ વ્યક્તિઓને પહોંચાડી શકો છો.
૧. ઈબ્રાહિમમાસ્ટર મનમન
૨. સુલેમાન રખડા
૩. ફારૂક ખાંધિયા
૪. મુસ્તાક ડેલાવાલા

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે તારીખ તારીખ ૧૪ એપ્રિલ ૨૦૨૬ ને મંગળવારના  રોજ મોટા પાદર સ્થિત મસ્જીદે મુસ્તુફાઇય્યાહમાં ચાલુ વર્ષે હજ્જે બૈતુલ્લાહ જનાર હાજી ભાઈ બહેનો માટે હજ તાલીમ કેમ્પનું આયોજન સવારે ૯ વાગ્યાથી કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં હજ્જના તમામ અરકાનોની પ્રેક્ટિકલ સમજાવટ અનુભવી આલીમો દ્વારા આપવામાં આવશે. જાણકાર ઉલેમાએ કિરામ પોતાના અંદાજમાં આસાન અને સરળ ભાષામાં સમજણ આપશે. તો તમામ હુજ્જાજ ભાઈ બહેનોથી નમ્ર ગુજારીશ છે કે આ કેમ્પનો લાભ લેશો.
કેમ્પના અંતમાં તમામ હુજ્જાજ ભાઈ-બહેનો માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એમ સંસ્થાના ચેરમેન ઇબ્રાહિમભાઈ મનમન એક યાદીમાં જણાવે છે.

ZAKIR VALI MASTER BHUTA passed away……….. Inna Lillahe Wainna Ilayhe Rajeun. May ALLAH [SWT] grant superior place in Jannatul firdaush. Ya ALLAH [SWT] provide sabr-e-jamil to his entire family. Aamin. 

Dafanvidhi Time : 10pm at Hashamshah [RA] graveyard. 

1 2 3 1,017