ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે તારીખ તારીખ ૧૪ એપ્રિલ ૨૦૨૬ ને મંગળવારના રોજ મોટા પાદર સ્થિત મસ્જીદે મુસ્તુફાઇય્યાહમાં ચાલુ વર્ષે હજ્જે બૈતુલ્લાહ જનાર હાજી ભાઈ બહેનો માટે હજ તાલીમ કેમ્પનું આયોજન સવારે ૯ વાગ્યાથી કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં હજ્જના તમામ અરકાનોની પ્રેક્ટિકલ સમજાવટ અનુભવી આલીમો દ્વારા આપવામાં આવશે. જાણકાર ઉલેમાએ કિરામ પોતાના અંદાજમાં આસાન અને સરળ ભાષામાં સમજણ આપશે. તો તમામ હુજ્જાજ ભાઈ બહેનોથી નમ્ર ગુજારીશ છે કે આ કેમ્પનો લાભ લેશો.
કેમ્પના અંતમાં તમામ હુજ્જાજ ભાઈ-બહેનો માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એમ સંસ્થાના ચેરમેન ઇબ્રાહિમભાઈ મનમન એક યાદીમાં જણાવે છે.