1 2 3

Our Tankarvi brothers from Preston and Dewsbury  welcomed guest Mubarak Bhai Sapa in England, UK

Here are some pictures from their gathering in the city of Bradford. Seen in pictures are Suhail Halalat, Anis Degmaster,  Azaz Kabir, Faruk Rakhda, Saeed Ganda, Mehbub Sutaria, Soyeb Khoda, Afroz Khandhia, Bashir Halalat and Siraj Sutaria.

Many Thanks to brother Anees for sharing these pictures with us.

 

HAJIYANI BIBIBEN MUSA BHIKHA [MOTHER OF MOHMEDHANIF AND FARUK BHIKHA] passed away………… Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj e janaja will held at Bhadbhag graveyard at 3pm today. May ALLAH [SWT] grant superior place in Jannatul firdaush. Ameen……….

આજે ઈદે મિલાદુન્નબીના પર્વ નિમિતે નવયુવાન કમિટી ટંકારીઆ દ્વારા સામુહિક ન્યાઝનો પ્રોગ્રામ દારુલ ઉલુમ કોમ્યુનિટી હોલમાં યોજવામાં આવ્યો હતો. સમગ્ર ટંકારીઆએ આ સામુહિક ન્યાઝનો લુત્ફ ઉઠાવ્યો હતો. નવયુવાનો તો નવયુવાનો પરંતુ આધેડ વયના વયસ્ક લોકોએ પણ દિલથી આ પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો. નવયુવાન કમિટી આ થકી દરેકનો આભાર વ્યક્ત કરે છે.

અંતમાં ટંકારીઆ નવયુવાન કમિટી.દ્વારા એક જાહેર સંદેશ………..

આજ રોજ ઈદે મિલાદના પાક અવસરે જે જે ભાઈઓ તથા નવયુવાનોએ તન,મન અને ધનથી મદદ કરી ન્યાજના પ્રોગ્રામને સફળ બનાવ્યો એ તમામનો સમગ્ર ટંકારીઆ ગામ વતી અમે સૌ દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ.
વિદેશમાં રહી સતત ગામની ફિકર રાખી અવારનવાર યોજાતા આવા પ્રોગ્રામ માટે આર્થિક મદદ કરનાર તમામ ટંકારવીઓનો પણ આ તકે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. અલ્લાહ સૌની મહેનતોને કબૂલ કરે,બંને જહાંમાં બેહતરીન બદલો આપે,આપણું ગામ કાયમ આ જ પ્રમાણે એક રહે એવી દિલી દુઆઓ સાથે ફરીથી તમામ ગામવાસીઓ તથા વિદેશમાં રહેતા ટંકારવીઓનો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ.

Click here for Eid-E-Miladunnabi 2026

આપણા પ્યારા આકા હઝરત મુહમ્મદ રસુલલ્લાહ [સલ્લલાહો અલયહે વસલ્લમ] ના જન્મદિવસ નિમિતે આજરોજ ઈદ એ મિલાદનુંન્નબી ના પવિત્ર પર્વ ની ઉજવણી ભારે ઉત્સાહ, શ્રદ્ધા, ભક્તિ અને ભાઈચારાના માહોલમાં ધામધૂમ પૂર્વક ટંકારીઆ તથા સમગ્ર પંથકમાં કરવામાં આવી રહી હતી. આજે વહેલી સવારથી જ લોકો વિવિધ મસ્જિદોમાં ભેગા થઇ સલાતો સલામ, નાત શરીફ અને દુઆઓ ગુજારી હતી, બાદમાં જામા મસ્જિદમાં ફજરની નમાજ બાદ મુએ મુબારકની જિયારતનો સિલસિલો ચાલુ થઇ ગયો હતો. બાદમાં ૭:૩૦ વાગ્યે પાટણવાળા બાવા સાહેબના ઘરેથી મિલાદના જુલૂસનું પ્રસ્થાન થયું હતું તે મોટા પાદર – બાઝાર થઇ વિવિધ શેરીઓમાં ફરી જામા મસ્જિદમાં સંપન્ન થયું હતું. આ જુલૂસમાં મોટી સંખ્યામાં નવયુવાનો તથા બુઝુર્ગોએ ભાગ લીધો હતો અને “સરકાર કી આમદ મરહબા” જેવા નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. વિવિધ મસ્જિદો તથા દર્શગાહો ઉપરાંત મુખ્ય રસ્તાઓ અને ગલીઓમાં રંગબેરંગી લાઈટ ડેકોરેશનથી શુશોભિત કરવામાં આવ્યું હતું.
રબીઉલ અવ્વલના પ્રથમ ચાંદથી ૧૨ માં ચાંદ સુધી જામા મસ્જિદ અને મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહ માં નબીએ કરીમ [સલ્લલાહો અલયહે વસલ્લમ] ની સીરત પર બયાનોનો દૌર પણ ચાલ્યો હતો જેમાં જામા મસ્જિદમાં મૌલાના અબ્દુર્રઝાક સાહેબે તથા મસ્જીદે મુસ્તુફાઇયયાહમાં મુફ્તી નૂર સઇદ સાહેબે નબીએ કરીમ [સલ્લલાહો અલયહે વસલ્લમ] ની સીરત પર બયાનો કરી હાજરજનોને ફૈઝીયાબ કર્યા હતા.

AAYESHABEN VALIBHAI BHAD passed away………… Inna Lillahe…………….. Namaj e janaja will held at Bhadbhag graveyard at 10.30pm today. May ALLAH [SWT] grant superior place in Jannatul firdaush. 

ગતરોજ ઈશાની નમાજ બાદ ટંકારીઆ સ્થિત તળાવની પાળે આરામ ફરમાવી રહેલા જુમ્મનશાહ [રહ.] નો સંદલ નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં અકીદતમંદો હાજર રહ્યા હતા. દર વર્ષની જેમ આજે પણ સૈયદ પાટણવાળા બાવાના હસ્તે સંદલની વિધિ પૂર્ણ થઇ હતી.

NAZMABEN IKRAM ATTARWALA [DAUGHTER OF LATE DAUDBHAI KHANDHIYA] passed away at Dayadara village. Inna Lillahe wainna ilayhe rajeun. May ALLAH [SWT] grant superior place in Jannatul firdaush. Ameeen….

1 2 3