1 49 50 51 52 53 70

રમઝાન માસ તેના આખરી પડાવમાં આવી ગયો છે અને ૧૦ દિવસ બાદ ઈદુલ ફિત્ર આવશે. ત્યારે ઈદગાહને સાફસફાઈ કરીને એકદમ સ્વચ્છ કરીને ઈદ ની નમાજ પઢવા માટે તૈયાર કરવાનું બીડું ટંકારીઆની ૧૦૮ ગ્રુપ ટીમે ઝડપી લીધું છે. અલ્લાહ આવા ખંતીલા નવયુવાનોને વધુ જોશ અર્પે. ૧૦૮ ગ્રુપ ખરેખર પ્રશંસાને પાત્ર છે.

રમઝાન મુબારકનો આખરી અશરો આજથી સારી થઇ ગયો છે. આજે શહાદતે મૌલા અલી રદીઅલ્લાહો અન્હો ના મૌકા પર શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના પ્રમુખ મુસ્તાક વલી બાપુ બાબરીયા દ્વારા સામુહિક ઇફ્તારીનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો.

1 49 50 51 52 53 70