ટંકારીઆ પાદર નો રાત્રિનો નજારો
રાત પડે અને અલ્લાહની મખલુક આરામ ફરમાવે એ તો કુદરતી પ્રક્રિયા છે. નીચેના ફોટોમાં ટંકારીયાના પાદરમાં વૃક્ષ પર પંખીડાઓ રાત્રી દરમ્યાન આરામ ની મુદ્રામાં નજર પડે છે.

TANKARIA WEATHER
રાત પડે અને અલ્લાહની મખલુક આરામ ફરમાવે એ તો કુદરતી પ્રક્રિયા છે. નીચેના ફોટોમાં ટંકારીયાના પાદરમાં વૃક્ષ પર પંખીડાઓ રાત્રી દરમ્યાન આરામ ની મુદ્રામાં નજર પડે છે.

એક સમય હતો અને હજુ પણ ગામડામાં આવી રીતે રસોઈ થતી હતી. સમય કોઈની રાહ જોતો નથી એ આપણે સૌ જાણીએ છીએ અને સમયનાં ચક્ર સાથે જીવનની ઘટમાળ ચાલ્યા કરે છે. હવે આધુનિક યુગમાં આવુ બધુ યાદ એટલે કરવુ પડે કે…. આપણા એ દિવસો આપણને વર્તમાન કરતા સારા લાગતા હતા ભલે ત્યારે હાલ જેટલી અદ્યતન ટેકનૉલોજી ન હતી. ચોમાસામાં તો રસોઈ કરવી કઠીન હતી અને એ તો ‘માં’ જ બનાવી શકે. તાવડી દાંત કાઢે એટલે ‘માં’ આપણને કહે કે.. ” જો દીકરા, મે’માન આવશે”, તો આપણે રાજીના રેડ થઇ જતા હતા. તમે એકેક પરંપરા લઈ લો, એકેક રીવાજ લઈ લો તો એમાં વૈજ્ઞાનિક રહસ્ય છુપાયેલુ હોઈ. મને જ્યારે કંઈક લખવાનું થાય ત્યારે હું વિતેલ દિવસોને યાદ કરીને લખવું એ મારી પ્રાથમિકતા છે, આપણે જે વર્તમાન ઉપર ઉભા છીએ એનો પાયો એ ભુતકાળ છે અને પાયો યાદ ન કરીએ તો એ વર્તમાન અધૂરો છે.



ટંકારિયામાં ગામ પંચાયતના સહયોગથી અંધજન મંડળ અને નેશનલ એસોસિયેશન ફોર ઘી બ્લાઇન્ડ, ભરૂચ આયોજિત મફત નેત્રનિદાન કેમ્પનું આયોજન મદની શિફાખાના ટંકારીઆ મુકામે કરવામાં આવ્યું હતું.
આજરોજ ટંકારીઆ ખાતે ગામ પંચાયતના સહયોગથી અંધજન મંડળ અને નેશનલ એસોસિયેશન ફોર ઘી બ્લાઇન્ડ, ભરૂચ આયોજિત મફત નેત્રનિદાન કેમ્પનું આયોજન મદની શિફાખાના ટંકારીઆ મુકામે કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં નેત્ર રોગો ધરાવતા દર્દીઓએ લાભ ઉઠાવ્યો હતો. આ પ્રસંગે પધારેલા ડો. એમ. પટેલે જણાવ્યું હતું કે મોતિયા તથા આંખની અન્ય તકલીફો વાળા દર્દીઓને પોરેયા આંખની હોસ્પિટલ બારેજા ખાતે લઇ જય તદ્દન મફત નેત્રમણિ સાથે મોતિયાનું ઓપરેશન કરી આપવામાં આવશે તથા વિના મુલ્યે દવાઓ આપવામાં આવશે. આ કેમ્પના આયોજન બદલ ટંકારીઆ ગામના સરપંચ ઝાકીરભાઈ ઉમતાએ અંધજન મંડળ અને નેશનલ એસોસિયેશન ફોર ઘી બ્લાઇન્ડ, ભરૂચ નો આભાર વ્યક્ત કર્યો હતો.








