1 53 54 55 56 57 74

આજથી એસ.એસ.સી. ની પરીક્ષા નો આરંભ થઇ ગયો છે. ટંકારીઆ કેન્દ્ર માં પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં પરીક્ષા આપવા જતા પહેલા દરેક વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી પ્રવેશ આપવામાં આવ્યો હતો.

ગતરોજ સાલ્યા હોસ્પિટલ પાસે નડેલ ગમખ્વાર અકસ્માતમાં હાફેઝ હમઝા આછોદી નો ઈનતેકાલ થઇ ગયો હતો અને હનીફ ભીમા ના નવયુવાન પુત્ર આરીફ ને ગંભીર ઈજાઓ સાથે તાત્કાલિક વડોદરા ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા આવ્યા હતા. તેમનું પણ ટૂંકી સારવાર દરમ્યાન અવસાન થતા ગામમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. ઇન્ના લીલ્લાહે વઇન્ના ઈલય્હે રાજેઉન. તેમની જનાજાની નમાજ આજે સવારે ૧૧ વાગ્યે ઈદગાહ માં રાખવામાં આવી છે. અલ્લાહ તેમની મગફિરત ફરમાવી તેમને જન્નતમાં આલા મુકામ અતા કરે અને તેમના ઘરવાળાઓને સબ્રે જમીલ અતા કરે. આમીન.

AARIF S/O HANIF BHIMA passed away……… Inna lillahe wainna ilayhe rajeun. Namaj e janaja will held at Hashamshah [RA] graveyard at 11am today. May ALLAH [SWT] grant him the best place in jannatul firdaush. Ameen.

આજે ટંકારીઆ થી પાલેજ જતા રસ્તામાં સાલ્યા હોસ્પિટલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા મૌલાના હુશેન આછોદીનો છોકરો નામે હાફેઝ હમઝા નો ઇન્તેકાલ થઇ ગયો છે. ઇન્ના લીલ્લાહે વઇન્ના ઈલય્હે રાજેઉન. તેની સાથે ભીમા હનીફ ના છોકરાને પણ ગંભીર ઈજાઓ થતા તેને વડોદરા હોસ્પિટલમાં ખસેડાયા છે. હાફેઝ હમઝાને આજે હાફેઝ ની સનદ આજના ઈશા બાદના જલસામાં મળવાની હતી.

(વિગતવાર વાંચવા ઉપર આપેલ લિંક પર ક્લિક કરો.)

ટંકારીઆ ગામના પનોતા પુત્ર અઝીઝ ટંકારવી સાહેબે વિવિધ ક્ષેત્રે મેળવેલી જળહળતી સિદ્ધિઓની ઝાંખી કરાવતો લેખ રવિવાર તારીખ ૨૭/૦૩/૨૦૨૨ ના ગુજરાત ટુડેની રવિવારની પૂર્તિ માં વ્યક્તિ વિશેષ કોલમમાં છપાયો છે જે અત્રે પ્રસ્તુત છે.

1 53 54 55 56 57 74