Month: August 2020
ટંકારીઆ માં ગટર અને બ્લોક પેવિંગ કામ સંપન્ન થયું
ટંકારીઆ ગામ માં વિકાસના કામો પૈકી રખડા સ્ટ્રીટ [વૈરાગી યુસુફભાઇ વાળું ફળિયું] તથા ગોલવાડ સ્ટ્રીટ તથા ઉસ્માનભાઈ લાલનના ઘરેથી મિશન સ્કૂલને જોડતો રસ્તા પર બ્લોક પેવિંગ અને ગટર નું કામ સંપન્ન થયું છે. જે બદલ ત્યાંના રહીશોએ હાલના કાર્યકારી સરપંચ મુમતાઝબેન ઉસ્માન લાલન તથા પંચાયત નો આભાર વ્યક્ત કર્યો છે.
ટંકારીઆ માં યવમે આશુરા મનાવાયો
સત્યના કાજે પોતાની તથા પોતાના ઘરવાળાઓની પ્રાણોની કરબલાની સરજમીન પર આહુતિ આપનાર નબીએ કરીમ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ ના દોહિત્ર હઝરત ઇમામ હુશેન તથા તેમના ૭૨ જાંનિસારો ની યાદમાં હિજરી માસ મહોર્રમની ૧૦ મી તારીખ એટલેકે યવમે આશુરા તરીકે મનાવવામાં આવે છે. ટંકારીઆ કસ્બા માં પણ યવમે આશુરા મનાવવામાં આવ્યો હતો તે દિવસે ટંકારીઆ કસ્બાની જામા મસ્જિદ અને મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહ માં સવારમાં નફિલ નમાજોની અદાયગી કરવા માટે આશિકાને એહલે બૈત આવ્યા હતા. વિશિષ્ટ નમાજ ની અદાયગી તેમજ દુઆએ આશુરા બાદ ફાતેહા ખવાની તથા દુઆ ગુજારવામાં આવી હતી. સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી સંદર્ભે ઇમામ સાહેબોએ અલ્લાહ પાસે આ મહામારીના ખત્મ માટે તેમજ માનવજાતની ભલાઈ ઓ માટે ની દુઆ અલ્લાહ રબ્બુલ ઈજ્જતની બારગાહમાં ગુજારી હતી . ઠેર ઠેર શરબતની સબીલો જોવા મળી હતી. ટંકારીઆ કસ્બા માં મહોર્રમની પ્રથમ તારીખથી લઈને ૧૦ મી તારીખ સુધી જામા મસ્જિદ અને મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહ માં મૌલાના અબ્દુર્રઝાક અશરફી તથા કારી ઇમરાન અશરફી દ્વારા રાત્રે ઈશાની નમાજ બાદ શોહદાએ કરબલાની શાન માં બયાનો કરવામાં આવ્યા હતા તથા ઇમામ સાહેબોએ જીવનના કોઈ પણ સંજોગોમાં ઇમામ હુશેન તથા તેમના જાનિશારો ની શહાદત પરથી સબક લઇ અસત્ય સામે નહિ ઝુકવાનો તથા સબ્ર કરવાનો સંદેશો પણ આપ્યો હતો. . આ બયાનો માં અકીદતમંદો હાજર રહી તૃપ્ત થયા હતા.
Nature’s view
ચોમાસુ બિલકુલ જુવાની અવસ્થામાં ચાલી રહ્યું છે. ઘડીકમાં ઘનઘોર વાદળો ચડી આવે છે અને જોરદાર વરસાદ વરસે છે કે જાણે હવે વરસાદ રહે જ નહિ અને થોડાક સમય બાદ તુરંત તડકો નીકળી જાય છે. વાહ રે કુદરત તારો ખેલ નિરાલો છે. ગામ ની ચારેબાજુ લીલીછમ હરિયાલી ફેલાઈ ગઈ છે.
સલામ છે ટંકારીયાના જાંબાઝ નવયુવાનોને
ટંકારીઆ કસ્બો કે જે ભરૂચ તાલુકાનો મોટામાં મોટો મુસ્લિમ વસ્તી ધરાવતો વિસ્તાર છે. ટંકારીઆ ગામ એકતા અને અખંડિતતા માટે જાણીતું છે. સંપ અને સહકાર તેમને ગળથુથી માંથી જ મળેલ છે. આ ગામમાં કેટલાક નવયુવાનો કે જેઓ ગામનું કોઈ પણ કામ હોય આગળ પડતો ભાગ ભજવતા હોય છે અને ગામમાં કોઈ પણ ખૂણામાં મય્યત થયું હોય એટલે તુરંત તેઓ કબરના ખોડાઈ કામ માટે એ પછી સખત ગરમી હોય, કડકડતી ઠંડી હોય કે વરસાદ ની મોસમ હોય, સર્વપ્રથમ હાજર થઇ કબર ખોદવાનું કામ પરિપૂર્ણ કરવા સુધી થી લઈને મય્યતની દફનવિધિ સંપન્ન થતા સુધી હાજર રહી એક મોટી સેવાનું તથા નેકીનું કામ કરવા માટે હંમેશા તત્પર રહે છે. સલામ છે આ નવયુવાનોને જેઓની તારીફ
આવા લખાણો થી થઇ શકે તેમ નથી એટલે કે ઓછી પડે છે. મય્યત ના ઘર વાળાઓની આ એક મોટા માં મોટી જવાબદારી હોય છે જે જવાબદારી આ નવયુવાનો નિસ્વાર્થ રીતે અને હસતા હસતા નિભાવે છે. અલ્લાહ તબારક વ તઆલા તેના પ્યારા હબીબ સલ્લલ્લાહો અલૈહે વ સલ્લમ ના સદકા વ તુફેલ આ નવયુવાનોને તેનો બદલો બંને જહાંનોમાં અર્પણ કરે અને એમની તમામ જાઈજ તમન્નાઓને અલ્લાહ પુરી ફરમાવી તેમને તંદુરસ્તી અને સહેતમંદિ અતા કરે અને આ નેક કામને આગળ ધપાવતા રહે. વાચકોને ખાસ વિનંતી છે કે તેઓ આ નવયુવાનો માટે બંને જહાં ની ભલાઈઓ માટે હરહંમેશ દુઆ ગુજારતા રહેશો.
નોંધ: આ નવયુવાનોએ નામો જાહેર નહિ કરવાની શરતે પરવાનગી આપી હોય નામો જાહેર કર્યા નથી.
TANKARIA WEATHER




















