કુરાનખાની તથા ફાતેહા નો પ્રોગ્રામ યોજાયો
ટંકારીઆ દારુલ ઉલુમ કોમ્યુનિટી હોલમાં બગદાદી ગ્રુપ ટંકારીઆ ના નવયુવાનો દ્વારા દર વર્ષે અગિયારમી ની ન્યાઝ નો પ્રોગ્રામ યોજાય છે. આમ ચાલુ વર્ષે પણ સમસ્ત ગામ ના લોકો માટે અગિયારમીની ન્યાઝ ના પ્રોગ્રામ અંતર્ગત ગતરોજ રાત્રે કુરાનખાની તથા ફાતેહા નો પ્રોગ્રામ યોજાયો હતો. પ્રોગ્રામના અંતે સમસ્ત દુનિયાના મુસલમાનો માટે ભલાઈ, શાંતિ, અને આફિયાતોની દુઆઓ પણ ગુજારવામાં આવી હતી, અને આજે તમામ લોકો માટે ન્યાઝ પકાવી તેને તકસીમ કરવામાં આવશે. આ ન્યાઝ વખતે બગદાદી ગ્રુપના નવયુવાનોમાં એક અનેરો ઉત્સાહ પણ જોવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે બગદાદી ગ્રુપના કાર્યકર્તાઓ તમામ લોકો માટે શિસ્તબદ્ધ રીતે ન્યાઝ નું આયોજન કરે છે.