ભરૂચ તાલુકાના પરીએજ ગામે સરબલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર આજરોજ નોકઆઉટ ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ ટંકારીઆ કેજીએન અને મતાદાર સી.સી. વચ્ચે રમાઈ હતી જેમાં મતાદાર ઇલેવન નો ૧ રને રોમાંચક વિજય થયો હતો.
મતાદાર ઈલેવને ટૉસ જીતી પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ૩૦ ઓવરમાં ૧૯૪ રન ફટકાર્યા હતા જેના જવાબમાં ટંકારીઆ કેજીએન ટિમ નિર્ધારિત ૩૦ ઓવરમાં ૧૯૩ રન બનાવતા મતાદાર ઇલેવન નો રોમાંચક વિજય થયો હતો. એક સમયે આખી મેચ ટંકારીઆ ના ફેવર માં ચાલી ગઈ હતી પણ ક્રિકેટ અનિશ્ચિતતાની રમત છે તેને સાર્થક કરતુ છેલ્લી ઓવર માં છેલ્લા બે બોલે જીત માટે ૨ રન ફટકારવાના હતા જે ના બનતા ટંકારીઆ એક રનથી ફાઇનલ મેચ હારી ગયું હતું.

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે મદ્રસ્સા એ મુસ્તુફાઈય્યાહ નો વાર્ષિક જલસા નું આયોજન મોટાપાદર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં આશરે ૫૧ બાળકોએ ભાગ લઇ હાજરજનોને દીની સવાલ જવાબ, તકરીર, નાત શરીફ સંભળાવી હાજરજનોના હૈયા ડોલાવી મુક્યા હતા.
વાર્ષિક જલસાના આ પ્રોગ્રામ માં સૈયદ અહમદઅલી પાટણવાળા બાવા સાહેબ તથા જામા મસ્જિદના ખાતીબો ઇમામ ખલીફા એ શૈખુલ ઇસ્લામ મૌલાના અબ્દુલરઝાક અશરફી સાહેબ તથા મદ્રસ્સા એ મુસ્તુફાઈય્યાહ ના મુદરરીસો ખાસ રોનકે સ્ટેજ હતા. મદ્રસ્સા એ મુસ્તુફાઈય્યાહ માં દીની તાલીમ લેતા તમામ તુલ્બાઓને રવિવારે ઇનામ વિતરણ કરવામાં આવશે.
અંતે મૌલાના અબ્દુલરઝાક અશરફી સાહેબ દ્વારા સલામ પઢાવી દુઆઓ કરાવી મોડી રાત્રે પ્રોગ્રામ ની પુર્ણાહુતી કરવામાં આવી હતી.